Not Set/ અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ઘોર બેદરકારી

  એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં પણ સ્વચ્છતા અને તકેદારીનાં નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ઘોર બેદરકારી સામે આવી રહી છે. અહી સિક્યુરિટી ગાર્ડનાં હોવા છતા પણ હોસ્પિટલની અંદર કૂતરા ફરતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે, ત્યારે મોટા ભાગનાં દર્દીઓ […]

Ahmedabad Gujarat
7eb5e2c4973cd6956bc44f5aee065437 અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ઘોર બેદરકારી
7eb5e2c4973cd6956bc44f5aee065437 અમદાવાદ/ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ઘોર બેદરકારી 

એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં પણ સ્વચ્છતા અને તકેદારીનાં નામે મીંડુ જોવા મળી રહ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની ઘોર બેદરકારી સામે આવી રહી છે. અહી સિક્યુરિટી ગાર્ડનાં હોવા છતા પણ હોસ્પિટલની અંદર કૂતરા ફરતા જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાનાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે, ત્યારે મોટા ભાગનાં દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે. આજે જ્યારે કોરોનાની મહામારીએ શહેરમાં જોર પકડ્યુ છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં લાલીયાવાડી ચાલી રહી છે. અહી લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ સિક્યુરિટીનાં નામે પૈસાનો વ્યર્થ થઇ રહ્યો છે. હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતા પણ કૂતરા બિન્દાસ્ત ફરતા જોવા મળી રહ્યા છે. અહી તમને કોઇને કોઇ વોર્ડની બહાર કે પછી સીડીઓમાં કૂતરાઓ સુતા જોવા મળી જશે. આ દ્રશ્યો જોતા એક સવાલ ઉભો થઇ રહ્યો છે કે જાનવરને હોસ્પિટલમાં આવતા અટકાવવું કોનુ કામ છે, જો સિક્યુરિટીનું આ કામ છે તો તે આ કામમાં ઠીલાશ કેમ બતાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.