Not Set/ અમદાવાદમાં વરસાદે વધારી લોકોની મુસિબત, હેલ્મેટ સર્કલ પર જોવા મળ્યો જામ

અમદાવાદમાં ગઇ કાલે સારો એવો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરનાં હેલ્મેટ સર્કલ પર પાણી ભરાઇ ગયુ હતુ. પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે સાંજે પાંચ વાગ્યા બાદ સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદનાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હેલ્મેટ સર્કલ વિજય ચાર રસ્તા, મેમનગર સહિત […]

Ahmedabad Gujarat
3e6eaf886bbfc4b3f17f20301f8be62c અમદાવાદમાં વરસાદે વધારી લોકોની મુસિબત, હેલ્મેટ સર્કલ પર જોવા મળ્યો જામ
3e6eaf886bbfc4b3f17f20301f8be62c અમદાવાદમાં વરસાદે વધારી લોકોની મુસિબત, હેલ્મેટ સર્કલ પર જોવા મળ્યો જામ

અમદાવાદમાં ગઇ કાલે સારો એવો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરનાં હેલ્મેટ સર્કલ પર પાણી ભરાઇ ગયુ હતુ. પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે સાંજે પાંચ વાગ્યા બાદ સતત વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદનાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હેલ્મેટ સર્કલ વિજય ચાર રસ્તા, મેમનગર સહિત યુનિવર્સિટી વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા. હેલ્મેટ સર્કલ પાસેનાં રોડ પાણીમાં ગરકાવ થતા અનેક વાહનચાલકો પણ પાણીમાં ફસાયા હતા. વરસાદ વરસતા બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે. એક કલાક વરસેલા વરસાદનાં કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રોડ રસ્તા પર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી દીધી છે. શહેરમાં પ્રિમોન્સુન કામગીરી ઠપ થયેલી જોવા મળી રહી છે. પોશ વિસ્તાર ગણાતા સોલા, ઘાટલોડીયા, ચાંદલોડીયા, થલતેજ જેવા વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિક સર્જાતા અને પાણી ભરાતા લોકોએ ભારે હાડમારી ભોગવવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.