Not Set/ હાથીજણ-DPS સ્કૂલ વિવાદ મામલામાં મંજૂલા શ્રોફને HCની મોટી રાહત, જામીન કર્યા મંજૂૂર

અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં સ્વામી નિત્યાનંદ કાંડનાં કારણે લાઇમલાઇટમાં આવી ગેય હાથીજણ સ્થિત DPS સ્કૂલ વિવાદ મામલામાં કેલોરેક્સ ગ્રુપના ચેરમેન અને MDને  ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. જી હા, મંજૂલા શ્રોફની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ગાહ્ય રાખી મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમ અને આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનાં કિસ્સા સમયે નિત્યાનંદ આશ્રમને […]

Ahmedabad Gujarat
3519200d66a8d7740052f20d04451a85 હાથીજણ-DPS સ્કૂલ વિવાદ મામલામાં મંજૂલા શ્રોફને HCની મોટી રાહત, જામીન કર્યા મંજૂૂર
3519200d66a8d7740052f20d04451a85 હાથીજણ-DPS સ્કૂલ વિવાદ મામલામાં મંજૂલા શ્રોફને HCની મોટી રાહત, જામીન કર્યા મંજૂૂર

અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં સ્વામી નિત્યાનંદ કાંડનાં કારણે લાઇમલાઇટમાં આવી ગેય હાથીજણ સ્થિત DPS સ્કૂલ વિવાદ મામલામાં કેલોરેક્સ ગ્રુપના ચેરમેન અને MDને  ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.

જી હા, મંજૂલા શ્રોફની આગોતરા જામીન અરજી હાઇકોર્ટે ગાહ્ય રાખી મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમ અને આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનાં કિસ્સા સમયે નિત્યાનંદ આશ્રમને જગ્યા ભાડે આપનાર હાથિજણ સ્થિતિ DPS સ્કૂલ પણ મંજૂરી માટે નકલી NOC રજૂ કરી મંજૂરી લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થતા વિવાદમાં સપડાઇ હતી.

સ્કૂલનાં સર્વેસર્વા અને કેલોરેક્સ ગ્રુપના ચેરમેન અને MD શ્રીમતી મંજૂલા શ્રોફ ત્યારથી સમગ્ર NOC કાંડ મામલે ચર્ચામાં આવેલા અને ત્યારથી આગોતરા જામીનની માટે પ્રયત્નશીલ હતા, ત્યારે હાલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરવાનગી વગર દેશ ન છોડવા સહિતની શરતોને આધિન મંજૂલા શ્રોફની આગોતરા જામીન અરજી ગાહ્ય રાખી જામીન મંજૂર કરતા મંજૂલા શ્રોફને મોટી રાહત મળી છે  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….