Not Set/ નોયડામાં ટેપ બનાવતી ફેક્ટ્રીમાં લાગી આગ. ફાયર બ્રિગેડની 14 ગાડીઓ પહોંચી

મંગળવારે સવારે નોયડાનાં છપરૌલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સેલો ટેપ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગની સાથે કરોડોનો માલ બળીને ખાખ થઇ ગયો છે. ચીફ ફાયર ઓફિસર, અરૂણકુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન બદલાપુર વિસ્તારનાં છપરૌલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જીટી રોડ પર હિન્દુસ્તાન એડેસિવનાં નામથી સેલો ટેપ્સ બનાવતી એક કંપની છે. આ કંપનીની ફેક્ટરીમાં મંગળવારે સવારે […]

India

મંગળવારે સવારે નોયડાનાં છપરૌલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સેલો ટેપ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. આ આગની સાથે કરોડોનો માલ બળીને ખાખ થઇ ગયો છે. ચીફ ફાયર ઓફિસર, અરૂણકુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન બદલાપુર વિસ્તારનાં છપરૌલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જીટી રોડ પર હિન્દુસ્તાન એડેસિવનાં નામથી સેલો ટેપ્સ બનાવતી એક કંપની છે. આ કંપનીની ફેક્ટરીમાં મંગળવારે સવારે આગ લાગી હતી.

તેમણે કહ્યું કે, જ્યારે આગ લાગી હતી તે સમયે, કારખાનાની અંદર 12 કામદારો હાજર હતા. ફાયર ડિપાર્ટમેન્ટે ખૂબ જ પ્રયાસ બાદ તેમને બહાર કાઠ્યા હતા. ફેક્ટરીનાં મેનેજર ગુરબચન સિંહનાં જણાવ્યા અનુસાર કેટલાક કામદારો લોકડાઉનને કારણે ફસાઈ ગયા હતા અને તેઓ ફેક્ટરીની અંદર જ રોકાયા હતા. તેમણે કહ્યું કે આગની બાતમી મળતાં ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ચાર કલાકની મહેનત બાદ આગને કાબૂમાં કરી શકાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.