Not Set/ કેન્દ્ર સરકારનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય : શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે

કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્ચો છે.  શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે . પરંતુ માદરે વતન જવા માટે થોડી શરતોને આધિન રહેવું પડશે. જાણો, કઈ 6 મુખ્ય શરતોનું કરવું પડશે પાલન લોકડાઉન જાહેર થયા બાદ જે લોકો પોતાના વતનથી દૂર ફસાયા છે તેવા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રીઓ, પ્રવાસીઓ અને અન્ય રાજ્યમાં અભ્યાસઅર્થે ગયેલા […]

India
c196390327bf997bb9ed9f7c6e5cf094 કેન્દ્ર સરકારનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય : શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે
c196390327bf997bb9ed9f7c6e5cf094 કેન્દ્ર સરકારનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય : શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે

કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્ચો છે.  શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે . પરંતુ માદરે વતન જવા માટે થોડી શરતોને આધિન રહેવું પડશે. જાણો, કઈ 6 મુખ્ય શરતોનું કરવું પડશે પાલન

લોકડાઉન જાહેર થયા બાદ જે લોકો પોતાના વતનથી દૂર ફસાયા છે તેવા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રીઓ, પ્રવાસીઓ અને અન્ય રાજ્યમાં અભ્યાસઅર્થે ગયેલા વિદ્યાર્થીઓને આજે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. આજે ગૃહમંત્રાલય તરફથી લોકોને પોતાના વતન પરત ફરવા મંજૂરી આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે દરેક રાજ્યની સરકારને આદેશ કર્યા છે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે. લોકોના સ્થળાંતર પહેલા તેમનું સ્ક્રીંનીંગ કરવામાં આવશે. જેમને કોઈ શંકાસ્પદ લક્ષણ જણાશે નહીં તેને જ વતન પરત ફરવાની પરવાનગી આપવામાં આવશે. આવા સ્થળાંતર માટેની છ મુખ્ય શરતો નીચે મુજબ છે:
 
1. જે બે રાજ્યો વચ્ચે લોકોને સ્થળાંતરીત કરવાના છે તે બંનેની આપસી સહમતી.

2. જે રાજ્યોમાંથી આ પ્રવાસીઓ પસાર થશે તે રાજ્યની સહમતી.

3. જે બસનો ઉપયોગ થશે તેને સેનિટાઈઝ કરવાની અને તેમાં પણ સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવું.

4. દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થશે. જે વ્યક્તિને કોઈ શંકાસ્પદ લક્ષણ નહીં હોય તેને જ પ્રવાસીની પરવાનગી મળશે.

5. જે તે રાજ્યમાં પહોંચ્યા બાદ પણ આરોગ્ય વિભાગના અધિકારી તેમની તપાસ કરશે.

6. એક રાજ્યથી બીજા રાજ્ય જનાર વ્યક્તિએ આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર કોરોન્ટાઈનમાં રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન