Not Set/ #JammuKashmir/ કોરોનાનાં કહેર વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકત, ઉરીમાં કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે અને બીજી તરફ પાકિસ્તાનથી આજે પણ થઇ રહેલી સતત આતંકી ગતિવિધી દેશ માટે એક ચિંતાનો વિષય બની છે. જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતા 2 સૈનિકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે પાકિસ્તાને બારામુલ્લા જિલ્લાનાં ઉરી સેક્ટરમાં કોઈ કારણ વગર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની […]

India
84ddb90ec11e38171bff3b4e62d04976 1 #JammuKashmir/ કોરોનાનાં કહેર વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકત, ઉરીમાં કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ
84ddb90ec11e38171bff3b4e62d04976 1 #JammuKashmir/ કોરોનાનાં કહેર વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકત, ઉરીમાં કર્યુ ફાયરિંગ, 2 જવાન શહીદ

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે અને બીજી તરફ પાકિસ્તાનથી આજે પણ થઇ રહેલી સતત આતંકી ગતિવિધી દેશ માટે એક ચિંતાનો વિષય બની છે. જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરનાં ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતા 2 સૈનિકોનાં મોત નીપજ્યાં છે. શુક્રવારે પાકિસ્તાને બારામુલ્લા જિલ્લાનાં ઉરી સેક્ટરમાં કોઈ કારણ વગર ફાયરિંગ કર્યું હતું.

ભારતીય સૈનિકોએ પાકિસ્તાનની આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો હતો, પરંતુ પાક ફાયરિંગમાં ચાર સૈનિકો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક નજીકની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જોકે શુક્રવારે મોડી સાંજે સારવાર દરમિયાન બે સૈનિકોનાં મોત નીપજ્યાં હતાં. આ સૈનિકોની ઓળખ થઈ છે, તેમાંથી એક હવાલદાર ગોકર્ણ સિંહ અને બીજા સૈનિકની ઓળખ નાયક શંકર એસ.પી. ના રૂપમાં થઇ છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બે સૈનિકોમાં હવાલદાર નારાયણ સિંહ અને નાયક પ્રદીપ ભટ્ટ છે. સેનાનાં પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે 3.30 વાગ્યે કંટ્રોલ લાઇન નજીક રામપુર સેક્ટરમાં પાકિસ્તાને કારણ વગર ગોળીબાર શરૂ કર્યો હતો, આ દરમિયાન ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. આ પહેલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા નાગરિક વિસ્તારોમાં કરવામાં આવતા ફાયરિંગને કારણે લોકો ડરી રહ્યા છે. પાકિસ્તાનનાં ફાયરિંગમાં ચરુંડા, બટગ્રાન, હથલંગા, મોથલ, સહૂરા, સિલિકોટ, બાલાકોટ, નાંબલા અને ગરકોટ જેવા ગામો ઝપટમાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.