Not Set/ PM કેર ફંડને લઇને કરવામાં આવી રહી છે વસૂલી, દરેક દ્રષ્ટિએ યોગ્ય છે સરકારી ઓડિટ : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ કેર ફંડમાં 100-100 રૂપિયાની વસૂલાત માટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પીએમ કેર માટે સો રૂપિયા લેવામાં આવે છે, તો પછી દરેક દ્રષ્ટિકોણથી પીએમ કેરનું પણ સરકારી ઓડિટ કરવું યોગ્ય રહેશે. જો કે ભદોહીનાં જિલ્લા મેજિસ્ટ્રેટે પીએમ કેર ફંડમાં દાન આપવાની એક અનોખી રીત જારી […]

India
ae556e4102311b4ec55122c94800c7c1 1 PM કેર ફંડને લઇને કરવામાં આવી રહી છે વસૂલી, દરેક દ્રષ્ટિએ યોગ્ય છે સરકારી ઓડિટ : પ્રિયંકા ગાંધી
ae556e4102311b4ec55122c94800c7c1 1 PM કેર ફંડને લઇને કરવામાં આવી રહી છે વસૂલી, દરેક દ્રષ્ટિએ યોગ્ય છે સરકારી ઓડિટ : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ કેર ફંડમાં 100-100 રૂપિયાની વસૂલાત માટે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, પીએમ કેર માટે સો રૂપિયા લેવામાં આવે છે, તો પછી દરેક દ્રષ્ટિકોણથી પીએમ કેરનું પણ સરકારી ઓડિટ કરવું યોગ્ય રહેશે. જો કે ભદોહીનાં જિલ્લા મેજિસ્ટ્રેટે પીએમ કેર ફંડમાં દાન આપવાની એક અનોખી રીત જારી કરી છે. ભદોહી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પ્રસાદે જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાનાં તમામ નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ્સને 1 લાખ 40 હજાર આરોગ્ય સેતુ એપ્લિકેશન રહેવાસીઓ પાસેથી ડાઉનલોડ કરાવી અને તેમને 100-100 રૂપિયા પીએમ કેર ફંડમાં યોગદાન કરવા માટે જણાવ્યું છે.

કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, એક સૂચન: જ્યારે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. રાશન, પાણી, રોકડની અછત છે અને સરકારી વિભાગ પીએમ કેર માટે દરેક પાસેથી 100-100 રૂપિયા વસૂલી રહ્યા છે, તો પછી દરેક દ્રષ્ટિકોણથી પીએમ કેરનું સરકારી ઓડિટ પણ કરવું યોગ્ય રહેશે? દેશમાંથી ભાગી ગયેલા બેંક ચોરનાં 68,000 કરોડનો હિસાબ થવો જોઈએ. સંકટ સમયે લોકો સમક્ષ પારદર્શિતા મહત્વપૂર્ણ છે. તે લોકો અને સરકાર બંને માટે સારું છે.

પ્રિયંકાએ પણ પોતાના ટ્વિટ દ્વારા ઉત્તર પ્રદેશનાં ભદોહી જિલ્લાનાં ડીએમનો ઓર્ડર લગાવી દીધો છે. આ ક્રમમાં, તેમણે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને પીએમ કેર ફંડમાં 100 રૂપિયા ફાળવવાનું કહ્યું છે. આ હુકમમાં કહેવામાં આવ્યું છે કે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી 100 રૂપિયા પીએમ કેર ફંડમાં આપીને ડીએમને જાગૃત કરાવવામાં આવે. આ કામમાં બેદરકારી દાખવવામાં આવશે તો સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવુ આદેશમાં પણ જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.