Not Set/ રાહુલ ગાંધી અને તેમની માતાએ ચીન પાસેથી લીધા છે પૈસા : જે.પી.નડ્ડા

  પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફરી આરોપ-પ્રત્યારોપ શરૂ થયો છે. ભાજપનાં અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ટ્વીટ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. જેપી નડ્ડાએ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ચીન પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. નડ્ડાએ કહ્યું […]

India
9b84ac0f0841cbdba5fbb6d5c49cbb0a 1 રાહુલ ગાંધી અને તેમની માતાએ ચીન પાસેથી લીધા છે પૈસા : જે.પી.નડ્ડા
 

પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ફરી આરોપ-પ્રત્યારોપ શરૂ થયો છે. ભાજપનાં અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ટ્વીટ કરીને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો છે. જેપી નડ્ડાએ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ચીન પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. નડ્ડાએ કહ્યું કે, તમારી (રાહુલ ગાંધી) કારકિર્દી સંપૂર્ણપણે બનાવટી સમાચાર ફેલાવવા પર નિર્ભર છે.

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાહુલ ગાંધીને નિશાનો બનાવતા ટ્વીટ કર્યું હતું, ‘જ્યારે પ્રિન્સ ઓફ ઇન્કોમ્પીટેંસ આર્ટિકલ્સ વાંચ્યા વિના તેને શેર કરે છે ત્યારે આવું થાય છે. બીજી આરટીઆઈ વિશે જાણવા માટે, આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી અને તમે દૂર્ભાવનાથી પારદર્શિતા પર હુમલો જણાવી દીધો. આ સ્વાભાવિક છે કારણ કે તમારી કારકિર્દી સંપૂર્ણપણે બનાવટી સમાચાર ફેલાવવા પર કેન્દ્રિત છે.

તેમણે કહ્યું, ‘તમારા પરિવારનાં શંકાનાં ઘેરામાં રહેલા વારસામાં પીએમએનઆરએફમાં કાયમી સ્થાન મેળવવું અને પછી તેના પૈસા તમારા પરિવારનાં ટ્રસ્ટોમાં મોકલવા શામેલ છે. તમે અને તમારી માતાએ અમારા રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડવા માટે ચીનથી પૈસા લીધા. શું કોઈ આનાથી પણ નીચે આવી શકે છે? તેમણે કહ્યું કે, સમગ્ર દેશને વડા પ્રધાન અને તેમના કાર્યોમાં પૂરો વિશ્વાસ છે. આ આત્મવિશ્વાસ પીએમ કેર્સને મળેલા અપાર સમર્થનમાં પણ પ્રતિબિંબિત થાય છે. તમે હારી ગયેલા શખ્સ છો અને માત્ર નકલી સમાચારો ફેલાવી શકો છો, જ્યારે સમગ્ર દેશ કોવિડ-19 સામે યુદ્ધમાં સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.