Not Set/ કોલસા કૌભાંડના આરોપી મધુ કોડાને CBI કોર્ટે ફટકારી ૩ વર્ષની સજા

CBIની સ્પેશીયલ કોર્ટે કોલસા કૌભાંડમાં આરોપી અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને ૩ વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે સાથે CBI કોર્ટે ૨૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મધુ કોડા સાથે સાથે પૂર્વ કોલસા સચિવ એસચી ગુપ્તાને પણ ત્રણ વર્ષની સજા અને ૧ લાખ રૂપિયાના દંડ ફટકાર્યો છે. આ સિવાય કોલસા કૌભાડમાં આરોપી વિજય […]

India
madhu koda કોલસા કૌભાંડના આરોપી મધુ કોડાને CBI કોર્ટે ફટકારી ૩ વર્ષની સજા

CBIની સ્પેશીયલ કોર્ટે કોલસા કૌભાંડમાં આરોપી અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાને ૩ વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે સાથે CBI કોર્ટે ૨૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મધુ કોડા સાથે સાથે પૂર્વ કોલસા સચિવ એસચી ગુપ્તાને પણ ત્રણ વર્ષની સજા અને ૧ લાખ રૂપિયાના દંડ ફટકાર્યો છે.

આ સિવાય કોલસા કૌભાડમાં આરોપી વિજય જોશીને પણ ત્રણ વર્ષની સજા અને ૨૫ લાખ રૂપિયાના દંડ તેમજ એકે બસુને ત્રણ વર્ષની સજા અને ૧ લાખ રૂપિયાના દંડ ફટકાર્યો છે.

મહત્વનું છે કે, આ પહેલા બુધવારે કોર્ટે મધુ કોડા સહિત આંય આરોપીઓ પર પદનો દુરુપયોગ, છેતરપીંડી કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા અને શનિવારે આ કેસ અંગે કોર્ટે સજા ફટકારી છે.