Not Set/ #Video/ પંજાબ પોલીસકર્મીને લોકડાઉનનું પાલન કરાવવું પડ્યુ ભારે, ચેકપોસ્ટ પર કાર ચાલકને જેવુ રોકવાનું કહ્યુ તેવુ જ…

પંજાબનાં એક પોલીસ કર્મચારીને લોકડાઉનનું પાલન કરાવવું ભારે પડ્યુ હતુ. જ્યારે પોલીસે કાર ચાલકને રોકવા કહ્યુ ત્યારે તે કાર ચાલકે કાર રોકવાની જગ્યાએ ચલાવી દીધી હતી, દરમિયાન પોલીસકર્મીને તે કારનાં બોનટ પર ઘણી આગળ સુધી ખેંચવામાં આવ્યો હતો. જે બાદ કાર ચાલકે ડરી ગયો અને તેણે કારને રોકી દીધી હતી. મળી રહેલી માહિતી અનુસાર કાર […]

India
622c6c28b0c18f687baa86b9db2873df 1 #Video/ પંજાબ પોલીસકર્મીને લોકડાઉનનું પાલન કરાવવું પડ્યુ ભારે, ચેકપોસ્ટ પર કાર ચાલકને જેવુ રોકવાનું કહ્યુ તેવુ જ...
622c6c28b0c18f687baa86b9db2873df 1 #Video/ પંજાબ પોલીસકર્મીને લોકડાઉનનું પાલન કરાવવું પડ્યુ ભારે, ચેકપોસ્ટ પર કાર ચાલકને જેવુ રોકવાનું કહ્યુ તેવુ જ...

પંજાબનાં એક પોલીસ કર્મચારીને લોકડાઉનનું પાલન કરાવવું ભારે પડ્યુ હતુ. જ્યારે પોલીસે કાર ચાલકને રોકવા કહ્યુ ત્યારે તે કાર ચાલકે કાર રોકવાની જગ્યાએ ચલાવી દીધી હતી, દરમિયાન પોલીસકર્મીને તે કારનાં બોનટ પર ઘણી આગળ સુધી ખેંચવામાં આવ્યો હતો. જે બાદ કાર ચાલકે ડરી ગયો અને તેણે કારને રોકી દીધી હતી. મળી રહેલી માહિતી અનુસાર કાર ચાલકની ઉંમર 20 વર્ષની છે. રાજ્ય પોલીસે કાર (આર્ટિંગા)નાં માલિક અને તેના પિતા પરમિંદર કુમાર સામે હત્યાનાં પ્રયાસનો કેસ નોંધી દીધો છે.

આ ઘટનાની 90 સેકન્ડની ચોંકાવનારી ક્લિપમાં પોલીસ કર્મચારી જોવા મળે છે. આ વીડિયોમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર મુલખ રાજ ચાલતી કારનાં બોનેટ ને પકડી બુમો પાડતા જોવા મળી રહ્યા છે. આરોપી જાણે છે કે પોલીસ કર્મી તેની કારની બોનટ પર છે, તેમ છતા તે કાર ચલાવવાનું ચાલુ રાખે છે અને થોડી આગળ જવા દઇને પછી તે કારને રોકે છે, જે બાદ અન્ય પોલીસ કર્મીઓ તે કારનો પીછો કરતા પહોંચે છે અને તે કાર ડ્રાઇવરને કારમાંથી બહાર કાઠી કાયદાનો પાઠ ભણાવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.