Not Set/ #Covid19/ ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી : ડૉ.હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાયરસથી સતત જંગ ચાલી રહી છે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 39,980 થઇ ગયા છે. જેમા 28,046 સક્રિય કેસ, 13,01 લોકોનાં મોત, અને 10,632 લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે 1 દર્દી વિદેશ ચાલ્યો ગયો છે, આ માહિતી રવિવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,644 પોઝિટિવ કેસ […]

India
8743172fe4fee6e690119e4ff75b6779 1 #Covid19/ ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી : ડૉ.હર્ષ વર્ધન
8743172fe4fee6e690119e4ff75b6779 1 #Covid19/ ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી : ડૉ.હર્ષ વર્ધન

દેશમાં કોરોના વાયરસથી સતત જંગ ચાલી રહી છે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 39,980 થઇ ગયા છે. જેમા 28,046 સક્રિય કેસ, 13,01 લોકોનાં મોત, અને 10,632 લોકોને રજા આપવામાં આવી છે, જ્યારે 1 દર્દી વિદેશ ચાલ્યો ગયો છે, આ માહિતી રવિવારે આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,644 પોઝિટિવ કેસ નોંધાયા છે, અને ચેપને કારણે 83 લોકોનાં મોત નીપજ્યાં છે.

તો વળી આ બાબતે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધનને રવિવારે જણાવ્યું હતું કે, છેલ્લા 14 દિવસમાં આપણો ડબલિંગ રેટ જે 10.5 દિવસ હતો તે છેલ્લા 7 દિવસમાં વધીને 11.7 દિવસ થયો છે અને આજે સવારે 12 દિવસ થઈ ગયો છે અને આપણો મૃત્યુ દર વિશ્વમાં સૌથી ઓછો 3.2 % છે. આજે 310 સરકારી અને 111 ખાનગી ટેસ્ટિંગ લેબ વિકસિત કરવામાં આવી છે, એટલું જ નહીં, દેશમાં જ્યાં પીપીઈ કિટ અને એન 95 માસ્ક બહારથી આયાત કરવા પડતા હતા, આજે આપણે એક દિવસમાં 2 લાખથી વધુ પીપીઈ કીટ બનાવી રહ્યા છીએ. અમે દેશમાં 50 લાખથી વધુ એન 95 માસ્ક અને 20 લાખથી વધુ પીપીઈ કિટ્સનું વિતરણ કર્યું છે.

આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોના ચેપનાં કેસો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્રમાં આ રોગચાળાનાં ભોગ બનેલા લોકોની સંખ્યા 12,296 છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 521 લોકોનાં મૃત્યુ કોરોના વાયરસથી થયા છે. ગુજરાતમાં કોરોના ચેપનાં 5,054 કેસ છે અને 262 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી દિલ્હીમાં 4,122, મધ્યપ્રદેશમાં 2,846, રાજસ્થાનમાં 2,770 અને તમિલનાડુંમાં 2,757 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.