નવી દિલ્હી/ Tiktok ભારતમાં આવી રહ્યું છે પાછું! અહીં વાંચો સંપૂર્ણ વિગત

ભારત સરકારે સુરક્ષાને ટાંકીને ભારતમાંથી Tiktok સહિત ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.પરંતુ, હવે એવા સમાચાર છે કે Tiktok ભારતમાં પાછું આવવાનું છે.

Top Stories India
Tiktok

એક સમય એવો હતો કે જ્યારે ચીનની એપ Tiktok ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી હતી. લોકો આ એપમાં પોતાના શોર્ટ વીડિયો બનાવીને શેર કરતા હતા. તે તેમના માટે મનોરંજનનું સાધન બની ગયું હતું. ઘણા લોકોએ Tiktok વીડિયો બનાવીને ઘણું નામ કમાવ્યું અને તેમના જીવનમાં આગળ વધ્યા. પરંતુ, ભારત સરકારે સુરક્ષાને ટાંકીને ભારતમાંથી Tiktok સહિત ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.પરંતુ, હવે એવા સમાચાર છે કે Tiktok ભારતમાં પાછું આવવાનું છે.

Tiktok ના પ્રતિબંધ બાદ દેશમાં ઘણો વિવાદ થયો હતો. ઘણા યુવાનોની માંગ હતી કે આ એપને પાછી લાવવામાં આવે. જ્યારે આજે પણ ઘણા લોકો ઈચ્છે છે કે Tiktok ભારત પરત ફરવું જોઈએ. આવી સ્થિતિમાં હવે એવા લોકો માટે સારા સમાચાર આવ્યા છે કે, Tiktok ભારતમાં ફરી આવી શકે છે. જોકે, ભારત સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

વાસ્તવમાં, થોડા મહિનાઓ પહેલા, Tiktokની કંપની Bytedance ભારતમાં Tiktokને ફરીથી કેવી રીતે લોન્ચ કરવી તે અંગે મુંબઈ સ્થિત કંપની સાથે વાત કરી રહી હતી. હવે, એક મોટી ઈ-સ્પોર્ટ્સ અને ગેમિંગ કંપની, સ્કાયસ્પોર્ટ્સે દાવો કર્યો છે કે TikTok ભારતમાં પાછું આવી રહ્યું છે. એવો અંદાજ છે કે ભારતમાં ફરી એકવાર લોકો આ શોર્ટ વીડિયો એપનો ઉપયોગ કરી શકશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, Skysports ના CEO, શિવ નંદીએ એક નિવેદન આપ્યું છે કે, તે પુષ્ટિ છે કે TikTok ભારતમાં પુનરાગમન કરી રહ્યું છે. જો શિવ નંદીની વાત માનીએ તો, જો આવું થશે તો વીડિયો ગેમ BGMI પણ ભારતમાં 100% કમબેક કરશે. તે જ સમયે, થોડા મહિનાઓ પહેલા, એક ET અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે Bytedance ભારતમાં વીડિયો શેરિંગ પ્લેટફોર્મને પાછું લાવવા માટે હિરાનંદાની જૂથ સાથે વાતચીત કરી રહ્યું છે. જોકે, ભારત સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: “સમાપ્ત થયું BJP-JDU ગઠબંધન…”: ધારાસભ્યો સાથેની બેઠક બાદ નીતિશ કુમારની જાહેરાત

આ પણ વાંચો:આ ગામમાં 100 વર્ષથી એક પણ મુસ્લિમ પરિવાર નથી, છતાં મનાવવામાં આવે છે મોહર્રમ

આ પણ વાંચો:CM નીતિશ કુમારે રાજ્યપાલને મળવાનો માંગ્યો સમય, ભાજપના તમામ મંત્રીઓ આપશે રાજીનામું