Not Set/ રઘુરામ રાજન બાદ આજે રાહુલ ગાંધી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે કરશે સંવાદ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધીએ તેમની માહિતી ટ્વીટ કરી છે. પાર્ટીનાં સૂત્રો કહે છે કે રાહુલ ગાંધી કોરોના વાયરસથી થતાં આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનાં ઉપાયો પર ચર્ચા કરશે. આપને જણાવી દઇએ કે, આરબીઆઈનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે પણ કઇક […]

India
ce19edd54b638128f3eef60ffad0dbb4 રઘુરામ રાજન બાદ આજે રાહુલ ગાંધી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે કરશે સંવાદ
ce19edd54b638128f3eef60ffad0dbb4 રઘુરામ રાજન બાદ આજે રાહુલ ગાંધી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે કરશે સંવાદ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નોબલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધીએ તેમની માહિતી ટ્વીટ કરી છે. પાર્ટીનાં સૂત્રો કહે છે કે રાહુલ ગાંધી કોરોના વાયરસથી થતાં આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનાં ઉપાયો પર ચર્ચા કરશે. આપને જણાવી દઇએ કે, આરબીઆઈનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે પણ કઇક આવો જ સંવાદ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં લખ્યું છે કે, આવતીકાલે (મંગળવારે) સવારે 9 કલાકે, કોરોના વાયરસ સંકટ અને તેના આર્થિક પ્રભાવ વિશે નોબેલ વિજેતા અભિજિત બેનર્જી સાથેની વાતચીત જુઓ. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસથી થતાં આર્થિક સંકટમાંથી બહાર નીકળવાના ઉપાયો પર ચર્ચાની કડીમાં ગાંધી આ સંવાદ કરશે. ભૂતકાળમાં તેમણે આરબીઆઈનાં ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથે પણ આવો જ સંવાદ કર્યો હતો. આ સંવાદમાં રાજને કોરોના વાયરસનાં ફેલાવાને રોકવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કાળજીપૂર્વક દૂર કરવાની હિમાયત કરતાં કહ્યું હતું કે ગરીબોની મદદ માટે તેમના ખાતામાં સીધા પૈસા મોકલવા જોઈએ અને તેના પર લગભગ 65 હજાર કરોડનો ખર્ચ થશે.

સોમવારે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, એક મોટો સવાલ છે કે એક તરફ રેલ્વે પીએમ કેર્સફંડમાં રૂ.151 કરોડ આપી રહી છે અને બીજી બાજુ પરપ્રાંતિય કામદારો પાસેથી ભાડું વસૂલ કરી રહી છે. તેમણે ટ્વિટ કર્યું, એક તરફ રેલ્વે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરો પાસેથી ભાડું વસૂલ કરે છે તો બીજી તરફ રેલ્વે મંત્રાલય પીએમ કેર ફંડને 151 કરોડ રૂપિયા આપી રહ્યું છે. ફક્ત આ સમસ્યાને જરા હલ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.