Not Set/ #Lockdown/ દિલ્હીમાં હવે દારૂ થયો મોંઘો, CM કેજરીવાલે લગાવ્યો ‘સ્પેશિયલ કોરોના ફ્રી’ ટેક્સ

લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં ગઇ કાલે દિલ્હીમાં ઘણી જગ્યાએ દારૂની દુકાનો ખોલવામાં આવી હતી, પરંતુ લોકોએ આ દુકાનો સુધી પહોંચી સામાજિક અંતર ન જાળવી રાખ્યું. દરમિયાન, સોમવારે દિલ્હી સરકારે દારૂ પર કોરોના ટેક્સ લાદ્યો હતો. જે બાદ દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો છે. દિલ્હી સરકારનાં જણાવ્યા અનુસાર હવે દિલ્હીમાં એમઆરપી પર 70% ટેક્સ લેવાશે. સરકારનો આ […]

India
72d2fd1eff199d64753efe6dc03d0f2f 1 #Lockdown/ દિલ્હીમાં હવે દારૂ થયો મોંઘો, CM કેજરીવાલે લગાવ્યો 'સ્પેશિયલ કોરોના ફ્રી' ટેક્સ
72d2fd1eff199d64753efe6dc03d0f2f 1 #Lockdown/ દિલ્હીમાં હવે દારૂ થયો મોંઘો, CM કેજરીવાલે લગાવ્યો 'સ્પેશિયલ કોરોના ફ્રી' ટેક્સ

લોકડાઉનનાં ત્રીજા તબક્કામાં ગઇ કાલે દિલ્હીમાં ઘણી જગ્યાએ દારૂની દુકાનો ખોલવામાં આવી હતી, પરંતુ લોકોએ આ દુકાનો સુધી પહોંચી સામાજિક અંતર ન જાળવી રાખ્યું. દરમિયાન, સોમવારે દિલ્હી સરકારે દારૂ પર કોરોના ટેક્સ લાદ્યો હતો. જે બાદ દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો છે. દિલ્હી સરકારનાં જણાવ્યા અનુસાર હવે દિલ્હીમાં એમઆરપી પર 70% ટેક્સ લેવાશે. સરકારનો આ નિર્ણય જલ્દી જ અમલમાં આવશે.

દિલ્હી સરકારે સોમવારે સ્પેશિયલ કોરોના ફીસનામનાં દારૂ પર નવો ટેક્સ જાહેર કરી દીધો છે. મંગળવારથી દિલ્હીમાં દારૂ મોંઘા થઈ જશે. દિલ્હી સરકારનાં જણાવ્યા અનુસાર હવે દિલ્હીમાં એમઆરપી પર 70% ટેક્સ લેવાશે. આ ટેક્સ એમઆરપી પર લાગુ થશે. એટલે કે દારૂની બોટલ જે 500 માં મળતી હતી તે હવે 850 રૂપિયામાં મળશે.

આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં 40 દિવસથી વધુ સમય પછી, દારૂની દુકાનો સોમવારે ખોલવામાં આવી હતી અને વિશાળ ભીડને કારણે તેને અંતે બંધ કરવી પડી હતી કારણ કે દુકાનની બહાર ભેગા થયેલા લોકો સામાજિક અંતરનાં નિયમોનું પાલન ન હોતા કરી રહ્યા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે આજે કેટલીક દુકાનોમાં અરાજકતા જોવા મળી હતી.

કેજરીવાલે કહ્યુ કે, જો અમને શારીરિક અંતર અને અન્ય નિયમોનાં ઉલ્લંઘન વિશેની માહિતી મળે, તો તે વિસ્તાર સીલ કરી દેવામાં આવશે અને છૂટ-છાટ પાછી ખેંચી લેવામાં આવશે. દુકાન માલિકોએ આ જવાબદારી લેવી પડશે. જો કોઈ દુકાનમાં સોશિયલ અંતરનું ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે દુકાન બંધ રહેશે. હું દિલ્હીનાં લોકોને અપીલ કરું છું કે બહાર જતા હોય ત્યારે માસ્ક પહેરે, શારીરિક અંતરને અનુસરે અને હાથ ધોતા રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.