Not Set/ NEET અને JEE ની મેન પરીક્ષાની તારીખની સરકારે કરી સત્તાવાર જાહેરાત

  મંગળવારે, સરકારે કોરોના વાયરસનાં કારણે લાગુ થયેલા લોકડાઉનનાં કારણે JEE (Main) અને NEET ની પરીક્ષાઓ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. JEE ની પરીક્ષા 18 જુલાઇથી 23 જુલાઇની વચ્ચે લેવામાં આવશે. NEET પરીક્ષા 26 જુલાઇએ લેવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલે નિશંક વેબિનારમાં આ માહિતી આપી. મંગળવારે એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ […]

India
da532b7d86a59abad0e8672415f932f8 NEET અને JEE ની મેન પરીક્ષાની તારીખની સરકારે કરી સત્તાવાર જાહેરાત
da532b7d86a59abad0e8672415f932f8 NEET અને JEE ની મેન પરીક્ષાની તારીખની સરકારે કરી સત્તાવાર જાહેરાત
 

મંગળવારે, સરકારે કોરોના વાયરસનાં કારણે લાગુ થયેલા લોકડાઉનનાં કારણે JEE (Main) અને NEET ની પરીક્ષાઓ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. JEE ની પરીક્ષા 18 જુલાઇથી 23 જુલાઇની વચ્ચે લેવામાં આવશે. NEET પરીક્ષા 26 જુલાઇએ લેવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલે નિશંક વેબિનારમાં આ માહિતી આપી.

મંગળવારે એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશંકે બંને પરીક્ષાની તારીખોની ઘોષણા કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, JEE મેઇન પરીક્ષા 19 જુલાઈથી 23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે. NEET પરીક્ષા 26 જુલાઇએ લેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ કોરોના વાયરસને કારણે એપ્રિલમાં યોજાનારી JEE ની મુખ્ય પરીક્ષા અને પાછળથી NEET ની પરીક્ષા પણ મુલતવી રાખી હતી.