Not Set/ દિલ્હીનાં ટિકરી બોર્ડર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

રાજધાની દિલ્હીનાં ટીકરી વિસ્તારમાં ભારે આગની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આગ ટીકરી વિસ્તારનાં પીવીસી માર્કેટમાં લાગી છે, ત્યારબાદ ત્યા અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. બીજી તરફ આગને કાબૂમાં લેવા 25 ફાયર ટેન્ડર લગાવવામાં આવી છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાની થઈ નથી. બુધવારે સવારે 6 વાગ્યે આગ લાગવાના સમાચાર મળ્યા […]

India
1eebca27ec66f6d4dde3b8f2d7a3d861 દિલ્હીનાં ટિકરી બોર્ડર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ
1eebca27ec66f6d4dde3b8f2d7a3d861 દિલ્હીનાં ટિકરી બોર્ડર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાગી ભીષણ આગ

રાજધાની દિલ્હીનાં ટીકરી વિસ્તારમાં ભારે આગની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આગ ટીકરી વિસ્તારનાં પીવીસી માર્કેટમાં લાગી છે, ત્યારબાદ ત્યા અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. બીજી તરફ આગને કાબૂમાં લેવા 25 ફાયર ટેન્ડર લગાવવામાં આવી છે. રાહતની વાત એ છે કે કોઈ જાનહાની થઈ નથી. બુધવારે સવારે 6 વાગ્યે આગ લાગવાના સમાચાર મળ્યા હતા. જો કે હાલમાં તમામ લોકો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, આ પહેલા દિલ્હીને અડીને આવેલા નોયડામાં ભારે આગની ઘટના સામે આવી છે. જો કે થાણાનાં બદલાપુર વિસ્તારનાં છપરૌલા ઔદ્યોગિક ક્ષેત્રની એક ફેક્ટરીમાં ગુરુવારે સવારે આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતાં 12 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને છ કલાકની મહેનત બાદ આગને કાબૂમાં કરી શકાઈ હતી. આગનાં કારણે કરોડોનો માલ બરબાદ થઈ ગયો હતો.

28 એપ્રિલે આ ફેક્ટરીમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડનાં અધિકારી અરૂણકુમાર સિંહે જણાવ્યું હતું કે, થાણા બદલાપુર વિસ્તારનાં છપરૌલા ઔદ્યોગિક વિસ્તારમાં જીટી રોડ પર હિન્દુસ્તાન એડેસિવ નામની સેલો ટેપ બનાવતી ફેક્ટરીમાં ગુરુવારે સવારે સાત વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.