Not Set/ #Mumbai/ આર્થર રોડ જેલમાં 70 થી વધુ કેદીઓ અને 20 થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

મુંબઈમાં કોરોનાવાયરસ ઝડપથી પગ ફેલાવતો જોવા મળી રહ્યો છે. જાહેર જનતા બાદ જેલનાં કેદીઓ અને તેમના કર્મચારીઓ પણ તેની ઝપટમાં આવી ગયા છે. મુંબઈની આર્થર રોડ જેલનાં 77 કેદીઓ અને 26 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જેલમાં ખાવાનું બનાવાનારા કુક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જે પછી કેદીઓ અને સ્ટાફ […]

India
18fa7ea8d487c2c409da3411b6451feb #Mumbai/ આર્થર રોડ જેલમાં 70 થી વધુ કેદીઓ અને 20 થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ
18fa7ea8d487c2c409da3411b6451feb #Mumbai/ આર્થર રોડ જેલમાં 70 થી વધુ કેદીઓ અને 20 થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

મુંબઈમાં કોરોનાવાયરસ ઝડપથી પગ ફેલાવતો જોવા મળી રહ્યો છે. જાહેર જનતા બાદ જેલનાં કેદીઓ અને તેમના કર્મચારીઓ પણ તેની ઝપટમાં આવી ગયા છે. મુંબઈની આર્થર રોડ જેલનાં 77 કેદીઓ અને 26 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

9426b376ed33a1a697be6f7766bd21de #Mumbai/ આર્થર રોડ જેલમાં 70 થી વધુ કેદીઓ અને 20 થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

પ્રાપ્ત માહિતી અનુસાર, જેલમાં ખાવાનું બનાવાનારા કુક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, જે પછી કેદીઓ અને સ્ટાફ આ ચેપની પકડમાં આવી ગયા છે. જેલમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધુ વધારો થઈ શકે તેવી સંભાવનાઓ પણ છે, અહીં કેદીઓની હજી તપાસ કરવામાં આવી રહી છે. જે કેદીઓ અને કર્મચારીઓ સંક્રમિત છે તેમને મુબઈની જીટી હોસ્પિટલ અને સેટ જોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા રાજ્યનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પાલઘર જિલ્લામાં પત્રકારોને જણાવ્યું હતું કે, જેલનાં 77 કેદીઓ આ વાયરસથી ચેપગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ થઇ છે. આપને જણાવી દઇએ કે, મુંબઇમાં કોરોના વાયરસનાં ચેપનાં 692 નવા કેસો આવ્યા બાદ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 11,219 થઈ ગઈ છે. 25 લોકોનાં મોત સાથે મૃતકોની સંખ્યા 437 પર પહોંચી ગઈ છે. જે હવે મહારાષ્ટ્ર સરકાર માટે ચિંતાનો વિષય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.