Not Set/ #ViralVideo/ કારમાં બેઠેલા કૂતરાએ આઈસક્રીમને જોઇને કર્યુ કઇક એવુ, તમને તમારી આંખો પર નહી આવે વિશ્વાસ

આજકાલ સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક કૂતરો કારની અંદરથી આઇસક્રીમ જોઈને તેના બંને પગ ઉંચા કરીને હલાવવા લાગે છે. લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે એક સુંદર નાનો કૂતરો જોઇ શકો છો, જે કારમાં બેસીને કાચની બહાર જોઇ રહ્યો છે. જલદી […]

Videos
2ed43a6aad030c6154f524bf2197fdc8 #ViralVideo/ કારમાં બેઠેલા કૂતરાએ આઈસક્રીમને જોઇને કર્યુ કઇક એવુ, તમને તમારી આંખો પર નહી આવે વિશ્વાસ
2ed43a6aad030c6154f524bf2197fdc8 #ViralVideo/ કારમાં બેઠેલા કૂતરાએ આઈસક્રીમને જોઇને કર્યુ કઇક એવુ, તમને તમારી આંખો પર નહી આવે વિશ્વાસ

આજકાલ સોશિયલ મીડિયા પર એક કૂતરાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક કૂતરો કારની અંદરથી આઇસક્રીમ જોઈને તેના બંને પગ ઉંચા કરીને હલાવવા લાગે છે. લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે. આ વીડિયોમાં તમે એક સુંદર નાનો કૂતરો જોઇ શકો છો, જે કારમાં બેસીને કાચની બહાર જોઇ રહ્યો છે. જલદી તેના માલિક આઇસક્રીમ લાવે છે, અને તે તેના બંને પગ ઉંચા કરીને ખુશ થાય છે.

જણાવી દઇએ કે, આ વીડિયો કાયલા મારિયા દ્વારા 4 મે નાં રોજ તેના ટિકટોક એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. વળી, તેણે કેપ્શનમાં લખ્યું છે, એથના (કૂતરાનું નામ) ને આઈસ્ક્રીમ પસંદ છે. તે આ વીડિયો ક્લિપની શરૂઆતમાં જ દેખાય છે, મારિયા તેના હાથમાં આઈસ્ક્રીમનાં બે કપ લઈને કાર તરફ આગળ વધે છે, જ્યારે કારની અંદર બેઠેલી એથના આઇસક્રીમ જોઇને પગ ઉંચા કરવા લાગે છે. આ વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં Yummy Ice Cream નું ગીત પણ વગી રહ્યુ છે. આ વીડિયોમાં, કૂતરાની પ્રતિક્રિયા જોવા જેવી છે અને લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

@kaylamaria265

Athena loves her ice cream!!! ##doggessathenalife ##icecream ##adorabledog I

♬ Ice Cream Song (Yummy Ice Cream) – Little Baby Bum Nursery Rhyme Friends

આ વીડિયો અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ઉપરાંત, 700 થી વધુ ટિપ્પણીઓ આવી છે. આ વીડિયોને ઘણી રસપ્રદ ટિપ્પણીઓ મળી છે. એક યૂઝર્સે ટિપ્પણી કરી, “આ કૂતરો ખૂબ જ સુંદર છે”. વલી એક યૂઝર્સે ટિપ્પણી કરી, “મારા કૂતરાને પણ આઈસ્ક્રીમ ઘણી પસંદ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.