Not Set/ PM મોદી આવતી કાલે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, લોકડાઉનને લઇને થઇ શકે છે ચર્ચા

કોરોનાવાયરસ સંકટની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક કરશે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં લોકડાઉન અંગે ચર્ચા થઈ શકે છે. વડા પ્રધાન કાર્યાલય એ તેમના ટ્વિટર હેન્ડલ પર આ સંદર્ભમાં માહિતી આપતાં લખ્યું છે કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ […]

India
626bd304a3ef8832fc02b9dd143fa777 PM મોદી આવતી કાલે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, લોકડાઉનને લઇને થઇ શકે છે ચર્ચા
626bd304a3ef8832fc02b9dd143fa777 PM મોદી આવતી કાલે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, લોકડાઉનને લઇને થઇ શકે છે ચર્ચા

કોરોનાવાયરસ સંકટની વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક બેઠક કરશે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં લોકડાઉન અંગે ચર્ચા થઈ શકે છે. વડા પ્રધાન કાર્યાલય એ તેમના ટ્વિટર હેન્ડલ પર આ સંદર્ભમાં માહિતી આપતાં લખ્યું છે કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. રાજ્યોનાં મુખ્ય પ્રધાનો સાથે વડા પ્રધાનની આ 5 મી બેઠક છે.

દેશમાં લાગુ લોકડાઉનનો હાલનો તબક્કો 17 મે નાં રોજ સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે શરૂઆતમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને લગતા નિયમો અંગે રાજ્યોએ વાંધો ઉઠાવ્યો છે. રાજ્યો કહે છે કે, પરપ્રાંતિય મજૂરો ગૃહ રાજ્યમાં પાછા આવવાનાં કારણે જિલ્લાઓમાં કોરોનાવાયરસનાં કેસો વધી રહ્યા છે. જેના કારણે મોટાભાગનાં જિલ્લાઓ રેડ ઝોનમાં આવી જશે. તેમણે દલીલ કરી છે કે, તેવામા સ્થિતિ સામાન્ય થવામાં મુશ્કેલી આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.