Not Set/ લો બોલો!! સુરતથી હરિદ્વાર પહોંચેલી સ્પેશિયલ ટ્રેનનાં 167 પ્રવાસી શ્રમિક ગુમ, તંત્ર દોડતુ થયું

દેશમાં છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી લોકડાઉન છે, જે કારણે કામ-ધંધા અટકી ગયા છે, જેના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. જેને લઇને સરકારે સ્પેશિયલ ટ્રેનની સેવા શરૂ કરી છે. જણાવી દઇએ કે, 12 મે નાં રોજ ગુજરાતનાં સુરત જિલ્લાથી હરિદ્વાર પહોંચેલી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનમાં સવાર 167 મુસાફરો ગુમ થઇ ગયા હોવાનુ […]

India
8c1644a439b4df7e5bcabad0352f98e1 લો બોલો!! સુરતથી હરિદ્વાર પહોંચેલી સ્પેશિયલ ટ્રેનનાં 167 પ્રવાસી શ્રમિક ગુમ, તંત્ર દોડતુ થયું
8c1644a439b4df7e5bcabad0352f98e1 લો બોલો!! સુરતથી હરિદ્વાર પહોંચેલી સ્પેશિયલ ટ્રેનનાં 167 પ્રવાસી શ્રમિક ગુમ, તંત્ર દોડતુ થયું

દેશમાં છેલ્લા દોઢ મહિનાથી વધુ સમયથી લોકડાઉન છે, જે કારણે કામ-ધંધા અટકી ગયા છે, જેના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. જેને લઇને સરકારે સ્પેશિયલ ટ્રેનની સેવા શરૂ કરી છે. જણાવી દઇએ કે, 12 મે નાં રોજ ગુજરાતનાં સુરત જિલ્લાથી હરિદ્વાર પહોંચેલી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનમાં સવાર 167 મુસાફરો ગુમ થઇ ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જિલ્લા પ્રશાસને હવે આ લોકોની શોધખોળ શરૂ કરી છે.

મંગળવારે સુરતથી વિશેષ ટ્રેન હરિદ્વાર પહોંચી હતી, આ ટ્રેનમાં 1340 લોકો સવાર હતા. સુરત વહીવટી તંત્ર દ્વારા હરિદ્વાર વહીવટીતંત્રને પણ લોકોની સૂચિ ઉપલબ્ધ કરાઈ હતી, પરંતુ જ્યારે આ વિશેષ ટ્રેન હરિદ્વાર રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યારે વહીવટીતંત્ર દ્વારા હરિદ્વાર પહોંચેલા મુસાફરોની સંખ્યા કેટલી છે તેની ગણતરી કરવામાં આવી હતી. ગણતરી કર્યા બાદ સામે આવ્યુ કે, તેમા માત્ર 1,173 લોકો જ છે અને તેમાંથી 167 લોકો ગુમ થયા છે. આ પછી, જિલ્લા વહીવટી અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને સુરત અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.

ડીએમ સી રવિશંકરે જણાવ્યું હતું કે, ટ્રેન રસ્તામાં કોઇ જગ્યાએ રોકાઇ કે લોકો ટ્રેનની ગતિ ધીમી થતા તેમાથી ઉતરી ગયા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સુરત અધિકારીઓનો સંપર્ક કર્યા બાદ તમામ લોકોનાં નામ અને સરનામાં માંગવામાં આવી રહ્યા છે. ત્યાંથી કેટલા લોકો ટ્રેનમાં સવાર થયા તે પણ શોધી કાઠવામાં આવી રહ્યું છે. જો એ જાહેર થાય કે આ લોકો રસ્તામાં ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને તેઓ પોતે આગળ નહીં આવ્યા, તો તમામની સામે હત્યાનો પ્રયાસ કરવાનો કેસ દાખલ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.