Not Set/ મિઝોરમ સરકારનો મહત્વનો નિર્ણય, પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ તારીખ સુધી લંબાવ્યું લોકડાઉન

દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મિઝોરમ સરકારે રાજ્યમાં ચાલુ લોકડાઉનને 31 મે, 2020 સુધી લંબાવી દીધું છે. આપને જણાવી દઈએ કે મિઝોરમમાં હજી સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી, પરંતુ હજી પણ જોરામથાંગા સરકારે કોવીડ-19 ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. મિઝોરમ રાજ્ય પહેલાં ઘણા રાજ્યોએ લોકડાઉન […]

India
6a5c4fc21b9cb540758446c4534bed60 મિઝોરમ સરકારનો મહત્વનો નિર્ણય, પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ તારીખ સુધી લંબાવ્યું લોકડાઉન
6a5c4fc21b9cb540758446c4534bed60 મિઝોરમ સરકારનો મહત્વનો નિર્ણય, પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આ તારીખ સુધી લંબાવ્યું લોકડાઉન

દેશમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મિઝોરમ સરકારે રાજ્યમાં ચાલુ લોકડાઉનને 31 મે, 2020 સુધી લંબાવી દીધું છે. આપને જણાવી દઈએ કે મિઝોરમમાં હજી સુધી એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી, પરંતુ હજી પણ જોરામથાંગા સરકારે કોવીડ-19 ની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. મિઝોરમ રાજ્ય પહેલાં ઘણા રાજ્યોએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી દીધી છે.

જણાવી દઇએ કે, દેશવ્યાપી લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મે 2020 નાં રોજ પૂર્ણ થવા જઈ રહ્યો છે, જે કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે ચર્ચાઓ કરી હતી. આ બેઠકમાં ઘણા રાજ્યોએ લોકડાઉન વધારવાનું સૂચન કર્યું હતું. જેના એક દિવસ પછી દેશને સંબોધન કરતા પીએમ મોદીએ લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ કરવાનું કહ્યું હતું. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ચોથો તબક્કો એક અલગ રંગરૂપનો હશે.

લોકડાઉનનો ત્રીજો તબક્કો પૂરો થવાના બે દિવસ પહેલા, શુક્રવારે મિઝોરમનાં મુખ્યમંત્રી જોરામથાંગાએ લોકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એનજીઓ, વિવિધ રાજકીય પક્ષો, ચર્ચો અને ડૉક્ટરો સહિત અનેક સંસ્થાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બધાએ લોકડાઉન અવધિ વધારવાની સંમતિ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.