Not Set/ યુપીમાં ગુંડારાજ યથાવત, પત્રકાર વિક્રમ જોશીની સારવાર દરમિયાન મોત

  રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદનાં વિજયનગર વિસ્તારમાં બદમાશો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયેલા પત્રકાર વિક્રમ જોશીનું સારવાર દરમિયાન મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. સોમવારે રાત્રે બદમાશોએ તેમના માથામાં ગોળી મારી દીધી હતી. ગોળીબાર કરતા પહેલા પત્રકારને બદમાશોએ ખરાબ રીતે માર માર્યો હતો. ઘટના દરમિયાન પત્રકારની બે પુત્રી પણ બાઇક પર બેઠેલી હતી. […]

India
276af7626fd51b514f359e0909b6b45a યુપીમાં ગુંડારાજ યથાવત, પત્રકાર વિક્રમ જોશીની સારવાર દરમિયાન મોત
276af7626fd51b514f359e0909b6b45a યુપીમાં ગુંડારાજ યથાવત, પત્રકાર વિક્રમ જોશીની સારવાર દરમિયાન મોત

 

રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદનાં વિજયનગર વિસ્તારમાં બદમાશો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘાયલ થયેલા પત્રકાર વિક્રમ જોશીનું સારવાર દરમિયાન મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. સોમવારે રાત્રે બદમાશોએ તેમના માથામાં ગોળી મારી દીધી હતી. ગોળીબાર કરતા પહેલા પત્રકારને બદમાશોએ ખરાબ રીતે માર માર્યો હતો. ઘટના દરમિયાન પત્રકારની બે પુત્રી પણ બાઇક પર બેઠેલી હતી. હાલમાં પોલીસે આ કેસમાં નવ આરોપીઓની ધરપકડ કરી છે.

પત્રકાર વિક્રમ જોશીનાં ભાઈ અનિકેત અનુસાર, રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે તેમનો ભાઈ તેમની બે પુત્રી સાથે બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. છોટુ પુત્ર કમાલુદ્દીન, આકાશ વિહારી અને રવિ પુત્ર માતાદિન તેમના કેટલાક સાથીઓ સાથે માતા કોલોનીમાં અગ્રવાલ સ્વીટ્સ પાસે આવ્યા અને તેમના ભાઈ સાથે લડવાનું શરૂ કર્યું. આ પછી આરોપીમાંથી છોટુએ પિસ્તોલ કાઠીને વિક્રમનાં માથામાં ગોળી મારી દીધી હતી. ગોળીને કારણે તેનો ભાઈ લોહીથી લથ-પથ જમીન પર પડ્યો હતો. તેમને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સીસીટીવીમાં કૈદ થઇ ગઇ છે. તેમા સ્ષષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે કે બદમાશો કેવી રીતે મારા મારી કરે છે અને બાદમાં ગોળી મારે છે. તેમા બદમાશ ગોળીબાર કર્યા પછી પણ પત્રકારને મારતા નજરે પડે છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટના ખૂબ જ ભયાનક છે. આ ફૂટેજ જોઇને પોલીસે ત્રણ નામ સહિત કુલ પાંચ આરોપીની ઓળખ કરી છે. વળી બાકીનાં આરોપીઓની ઓળખ પકડાઇ ગયેલા આરોપીનાં નિશાનદેહ પર થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.