Not Set/ #ViralVideo/ જબલપુર રેલ્વે સ્ટેશન પર કેદ થઇ પ્રવાસી મજૂરોની હરકત, વેંડિંગ મશીનને તોડી કરી લૂંટ

શ્રમિકને દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ખાસ ટ્રેનોની મદદથી તેમના રાજ્યોમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ વિશેષ ટ્રેનો અમુક જ સ્ટેશનો પર રોકાઇ રહી છે. આ સ્ટેશનો પર, પ્રવાસી પાણી ભરવા જેવા જરૂરી કામો માટે ઉતરે છે. જબલપુરમાં આ સમય દરમિયાન, એક ઘટના મોબાઇલ કેમેરામાં કેદ થઈ હતી, જેને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં […]

India
57559cc175613e7ad1eda98f3c9f14b5 #ViralVideo/ જબલપુર રેલ્વે સ્ટેશન પર કેદ થઇ પ્રવાસી મજૂરોની હરકત, વેંડિંગ મશીનને તોડી કરી લૂંટ
57559cc175613e7ad1eda98f3c9f14b5 #ViralVideo/ જબલપુર રેલ્વે સ્ટેશન પર કેદ થઇ પ્રવાસી મજૂરોની હરકત, વેંડિંગ મશીનને તોડી કરી લૂંટ

શ્રમિકને દેશવ્યાપી લોકડાઉન વચ્ચે ખાસ ટ્રેનોની મદદથી તેમના રાજ્યોમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ વિશેષ ટ્રેનો અમુક જ સ્ટેશનો પર રોકાઇ રહી છે. આ સ્ટેશનો પર, પ્રવાસી પાણી ભરવા જેવા જરૂરી કામો માટે ઉતરે છે. જબલપુરમાં આ સમય દરમિયાન, એક ઘટના મોબાઇલ કેમેરામાં કેદ થઈ હતી, જેને સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે.

4d82823647e7459fba26d8e8b265dfeb #ViralVideo/ જબલપુર રેલ્વે સ્ટેશન પર કેદ થઇ પ્રવાસી મજૂરોની હરકત, વેંડિંગ મશીનને તોડી કરી લૂંટ

જબલપુર રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 5 પર મુકેલી વેન્ડીંગ મશીનને બિહાર જતા મજૂરોની વિશેષ ટ્રેનનાં મજૂરોએ તોડીને તેમાં રાખેલી સામગ્રી લૂંટી લીધી હતી. મળી રહેલી માહિતી મુજબ, રેલ્વે સ્ટેશનનાં પાણીનાં નળોમાં ભારે ભીડ હતી જેનાથી ગુસ્સે ભરાયેલા મજૂરોએ મશીન તોડી સામગ્રી લૂંટી લીધી હતી. રેલ્વે પોલીસે આવી ઘટના બની હોવાનુ સ્વીકાર્યુ છે પરંતુ સાથે તે પણ કહ્યુ કે કોઇ પણ પ્રકારની રિપોર્ટ દાખલ કરાવવામાં આવી નથી.

3fecfd206da864887144ea44825f6778 #ViralVideo/ જબલપુર રેલ્વે સ્ટેશન પર કેદ થઇ પ્રવાસી મજૂરોની હરકત, વેંડિંગ મશીનને તોડી કરી લૂંટ

આ ઘટનાનો વીડિયો ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિએ તેના મોબાઈલમાં કેદ કર્યો હતો. વીડોયમાં જોવા મળી રહ્યુ છે કે, પાણી ભરવા આવેલા મજૂરોએ જેવુ વેન્ડિંગ મશીન તોડી નાખ્યું કે તુરંત જ અન્ય પરપ્રાંતિય મજૂરો પણ ત્યાંથી ખાવા પીવાનાં સામાનો લેવા માટે તૂટી પડ્યા. આ સમયગાળા દરમિયાન, મજૂર સામાજિક અંતરને અનુસરવાનું ભૂલી ગયા હતા અને વળી કેટલાક સ્થળાંતરીત મજૂર જોવા મળ્યા હતા જેમણે માસ્ક અથવા કપડાથી પોતાનો ચહેરો ઠાંક્યો હતો.