Not Set/ Lockdown 4.0 આ તારીખ સુધી વધી શકે છે, દરમિયાન મળી શકે છે આ છૂટ

સમગ્ર દેશવાસી છેલ્લા 53 દિવસથી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. તેમ છતા પણ કોરોનાનું સંકટ ઓછુ થવાની જગ્યાએ સતત વધી રહ્યુ છે. જેને લઇને લોકડાઉન 4.0 લાગુ કરવામા આવે તે જરૂરી પણ છે. જો કે વડાપ્રધાન મોદીએ તેમના નિવેદનમાં જ તેનો અંદાજો આપી દીધો હતો, તેમણે આ લોકડાઉનને એક નવા રંગરૂપ સાથે હોવાનું કહ્યુ હતુ. […]

India
8910430a3e243ac841cf4d7e47e251f2 Lockdown 4.0 આ તારીખ સુધી વધી શકે છે, દરમિયાન મળી શકે છે આ છૂટ
8910430a3e243ac841cf4d7e47e251f2 Lockdown 4.0 આ તારીખ સુધી વધી શકે છે, દરમિયાન મળી શકે છે આ છૂટ

સમગ્ર દેશવાસી છેલ્લા 53 દિવસથી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. તેમ છતા પણ કોરોનાનું સંકટ ઓછુ થવાની જગ્યાએ સતત વધી રહ્યુ છે. જેને લઇને લોકડાઉન 4.0 લાગુ કરવામા આવે તે જરૂરી પણ છે. જો કે વડાપ્રધાન મોદીએ તેમના નિવેદનમાં જ તેનો અંદાજો આપી દીધો હતો, તેમણે આ લોકડાઉનને એક નવા રંગરૂપ સાથે હોવાનું કહ્યુ હતુ.

a3c81022c60828628a90200d57071ba9 Lockdown 4.0 આ તારીખ સુધી વધી શકે છે, દરમિયાન મળી શકે છે આ છૂટ

રવિવારે દેશભરમાં લાગુ થયેલ લોકડાઉન 3.0 નો અંત આવી રહ્યો છે. હાલમાં જે ગતિ સાથે કોરોના વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે તે જોતા લોકડાઉનને આગળ વધારવાની દેશનાં અલગ-અલગ રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ PM મોદીને સલાહ આપી હતી. જે બાદથી જ નક્કી હતુ કે આ લોકડાઉન આગળ હજુ પણ લંબાશે. પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં આ વાતનો સંકેત આપ્યો હતો. આપને જણાવી દઇએ કે, લોકડાઉન 4.0 ને 31 મે સુધી લંબાવી શકાય છે. જો કે, લોકડાઉન 4.0 માં ઘણી બધી છૂટ આપવાની સંભાવનાઓ છે. લોકડાઉનની સૌથી પહેલી જાહેરાત 25 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન કરવામાં આવી હતી. બાદમાં તેને વધારીને 3 મે કરવામાં આવી. તેને વધારીને 17 મે પણ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર લોકડાઉન વધવા જઈ રહ્યું છે. ત્યારે આ લોકડાઉનમાં લોકોને શું મળી શકે છે છૂટ આવો એક નજર તેના પર નાખીએ.

8e9e71e6f21797294b7711ea97f32ca3 Lockdown 4.0 આ તારીખ સુધી વધી શકે છે, દરમિયાન મળી શકે છે આ છૂટ

  • શોપિંગ મોલ્સમાં કેટલીક દુકાનો, રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી આપી શકાય છે પરંતુ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરવું જરૂરી રહેશે.
  • ઘરેલું ફ્લાઇટ્સને પણ મંજૂરી આપી શકાય છે. જો કે તે માટે જ્યાંથી ફ્લાઇટ જવાની છે અને જ્યાં પહોંચવાની છે તે બંને સંબંધિત રાજ્યો સંમત હોવા જરૂરી છે.
  • રેડ જોન્સમાં મેટ્રો સેવાઓને પણ સ્થગિત કરવામાં આવશે.
  • કન્ટેનમેન્ટ ઝોન વધુ કડક હોઈ શકે છે. કયા ઝોનમાં કઇ પ્રવૃત્તિઓને મંજૂરી આપવી જોઈએ. તેને નક્કી કરવાનો અધિકાર રાજ્યોને મળી શકે છે.
  • શરતો સાથે ઓટો રિક્ષા અને કેબ એગ્રીગેટરોને મંજૂરી આપી શકાય છે. તેમને મહત્તમ 2 મુસાફરોને બેસવાની મંજૂરી આપી શકાય છે.
  • અત્યાર સુધી કેન્દ્ર સરકાર રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરી રહી છે. ફક્ત કેન્દ્ર જ તેમા બદલાવ કરી શકે છે. જો કે, રાજ્યો માંગ કરી રહ્યા છે કે તેમને આ ઝોન નક્કી કરવાનો અને કયા ઝોનમાં કઇ પ્રવૃત્તિઓને મંજૂરી આપવી તેનો અધિકાર મળે.
  • રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલને પણ કેટલીક શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

bb1df873f3de817d7562854c414bc083 Lockdown 4.0 આ તારીખ સુધી વધી શકે છે, દરમિયાન મળી શકે છે આ છૂટ

ઉલ્લેખનીય છે કે, દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસથી કેન્દ્ર સરકારની ચિંતામાં ઘણો વધારો થયો છે, ખાસ કરીને દેશને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. પહેલાથી જ ડામાડોળ અર્થતંત્ર પર તાજેતરમાં કોરોનાનાં કારણે વધુ મોટો ફટકો પડી રહ્યો છે. જો કે સરકારે 20 લાખ કરોડનાં મેગા રાહત પેકેજથી આ સ્થિતિને પહોંચી વળવાનો એક રસ્તો શોધ્યો છે, પરંતુ આ રસ્તો કેટલો સફળ રહે છે તે જોવાનું રહેશે.

જો કે કેન્દ્ર સરકારે તેને પહોંચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.