Not Set/ નાણામંત્રીએ અંતિમ તબક્કાનાં અંતિમ સમય પર કોંગ્રેસ નેતા પર કર્યો શાંબ્દિક પ્રહાર, કહ્યુ- રસ્તા પર બેસીને…

  રવિવારે સવારે 11 વાગ્યાથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજનાં પાંચમા તબક્કામાં ઘણા મોટા એલાન કર્યા છે. જે બાદ તેમણે અંતમાં કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીને કહ્યું છે કે, રસ્તા પર બેસીને વાતો કરીને મજૂરોની સમસ્યા હલ નહીં થાય. આર્થિક પેકેજનાં અંતિમ તબક્કાની વિગતો આપ્યા પછી પત્રકારો સાથે […]

India
20f09f25353c1f0161916fb1824ffb76 નાણામંત્રીએ અંતિમ તબક્કાનાં અંતિમ સમય પર કોંગ્રેસ નેતા પર કર્યો શાંબ્દિક પ્રહાર, કહ્યુ- રસ્તા પર બેસીને...
20f09f25353c1f0161916fb1824ffb76 નાણામંત્રીએ અંતિમ તબક્કાનાં અંતિમ સમય પર કોંગ્રેસ નેતા પર કર્યો શાંબ્દિક પ્રહાર, કહ્યુ- રસ્તા પર બેસીને... 

રવિવારે સવારે 11 વાગ્યાથી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજનાં પાંચમા તબક્કામાં ઘણા મોટા એલાન કર્યા છે. જે બાદ તેમણે અંતમાં કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીને કહ્યું છે કે, રસ્તા પર બેસીને વાતો કરીને મજૂરોની સમસ્યા હલ નહીં થાય.

આર્થિક પેકેજનાં અંતિમ તબક્કાની વિગતો આપ્યા પછી પત્રકારો સાથે વાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યો વધુ અને વધુ ટ્રેનોની માંગ કેમ નથી કરતા? કેમ તેઓ વધુ ટ્રેનો લઈને મજૂરોને તેમના ઘરે સલામત રીતે મોકલી રહ્યાં નથી. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સીધા પ્રહારમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, મજૂરો સાથે બેસીને શું થશે, મજૂરો સાથે વાત કરવાને બદલે રાહુલ ગાંધી તેમના મુખ્ય પ્રધાનોને વધુ ટ્રેનો માટે કેમ પૂછતા નથી, શું આ નાટક નથી.

નિર્મલાએ કહ્યું છે કે, જો રાહુલ મદદ કરવા માંગતા હતા, તો તેઓ મજૂરોનો સામાન ઉપાડીને, તેમની સાથે રસ્તા પર ચાલતા, તેનાથી તેમની મદદ થઇ શકતી હતી, રસ્તા પર બેસીને માત્ર તેમનો સમય ખરાબ કર્યો. નિર્મલા સીતારમણે કહ્યું, “શું કોંગ્રેસ દાવો કરવા માંગે છે કે તેમના શાસિત રાજ્યોમાં બધુ બરાબર છે, હું સોનિયા ગાંધીને અપીલ કરું છું કે તેઓ મજૂરોને તેમના ઘરે મોકલવામાં મદદ કરે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.