Not Set/ એરલાઈન્સે શરૂ કર્યુ ઘરેલું ફ્લાઇટ ટિકિટનું બુકિંગ : સુત્ર

કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે સોમવારથી એકવાર ફરી લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યુ છે. આ લોકડાઉન 31 મે સુધી રહેશે. ત્યારે આ દરમિયાન સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. જો કે આ દરમિયાન કૉમર્શિયલ વિમાન સેવાઓ બંધ જ રહેશે. પરંતુ આ દરમિયાન અમુક એરલાઈન્સે જૂનથી ફ્લાઈટોનુ બુકિંગ શરૂ કરી દીધુ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. […]

India
507d745ff4ad4db11552d6d6c4cb5b3d એરલાઈન્સે શરૂ કર્યુ ઘરેલું ફ્લાઇટ ટિકિટનું બુકિંગ : સુત્ર
507d745ff4ad4db11552d6d6c4cb5b3d એરલાઈન્સે શરૂ કર્યુ ઘરેલું ફ્લાઇટ ટિકિટનું બુકિંગ : સુત્ર

કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે સોમવારથી એકવાર ફરી લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યુ છે. આ લોકડાઉન 31 મે સુધી રહેશે. ત્યારે આ દરમિયાન સરકાર દ્વારા ઘણી છૂટ આપવામાં આવી છે. જો કે આ દરમિયાન કૉમર્શિયલ વિમાન સેવાઓ બંધ જ રહેશે. પરંતુ આ દરમિયાન અમુક એરલાઈન્સે જૂનથી ફ્લાઈટોનુ બુકિંગ શરૂ કરી દીધુ હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. જો કે સ્પાઈસજેટ એરલાઈન્સનાં પ્રવકતાએ કહ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો માટે બુકિંગ 15 જૂન સુધી બંધ રહેશે. વળી, ઈન્ડિગો અને વિસ્તારાનાં સુત્રોએ કહ્યુ કે તે ઘરેલુ ઉડાનો માટે બુકિંગ કરી રહ્યા છે.

છેલ્લા 55 દિવસથી લાગુ લોકડાઉનમાં સમગ્ર દેશને પૂરી રીતે બંધ કર્યા બાદ પણ કોરોનાથી સંક્રમિત કેસોની સંખ્યામાં ઘટાડો થયો નથી. આ જ કારણ છે કે લોકડાઉનને વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવ્યુ છે. જો કે વડા પ્રધાન મોદીએ આ લોકડાઉનને નવા રંગરૂપમાં રહેશે તે વાત કરી હતી. આપને જણાવી દઈએ કે, 25 માર્ચે દેશવ્યાપી લૉકડાઉન લાગ્યા બાદથી જ કૉમર્શિયલ વિમાન સેવાઓ બંધ છે. સોમવારે એક સુત્રએ જણાવ્યુ કે, ‘ઘરેલુ એરલાઈન્સે જૂનથી પોતાની ફ્લાઈટો માટે બુકિંગ ખોલી દીધુ છે.બુકિંગ શરૂ થતા ઈન્ડિગો, વિસ્તારા અને ગો એર તરફથી કોઈ અધિકૃત ટિપ્પણી કરવામાં આવી નથી.

વળી, સોમવારે ભારતીય હવાઈ યાત્રી એસોસિએશન (એપીએઆઈ)નાં રાષ્ટ્રીય અધ્ય સુધાકર રેડ્ડીએ બુકિંગ શરૂ કરવા વિશે અમુક એરલાઈન કંપનીઓની ટીકા પણ કરી છે. તેમણે ટ્વિટ કરીને દાવો કર્યો કે, ‘અમે એ સમજીએ છીએ કે ઈન્ડિગો, સ્પાઈસજેટ, ગો એરે એમ વિચારીને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે બુકિંગ શરૂ કરી દીધુ છે કે એક જૂનથી પરિચાલન શરૂ થઈ જશે. આપને જણાવી દઇએ કે, તેમના ચક્કરમાં ન પડો. તમારા પૈસા ઉધાર ખાતામાં જશે. સારુ રહેશે કે તમે તેને પોતાની પાસે સુરક્ષિત રાખો.દેશવ્યાપી લૉકડાઉન 31 મે સુધી લંબાવવાનાં તુરંત જ બાદ ઉડ્ડયન નિયામક DGCA એ રવિારે કહ્યુ હતુ કે, દરેક શિડ્યુલ કરવામાં આવેલી કોમર્શિયલ ફ્લાઈટો 31 મે ની અડધી રાત સુધી બંધ કરી દેવામાં આવી છે.

જેમા એ પણ કહેવામાં આવ્યુ છે કે, ‘વિદેશી અને ઘરેલુ એરલાઈન્સે પોતાનુ પરિચાલન શરૂ થવા વિશે સૂચિત કરવામાં આવશે, ભલે તે આંતરરાષ્ટ્રીય હોય કે ઘરેલુ.એરલાઈન્સે રદ ઉડાનો માટે લૉકડાઉનનાં શરૂઆતનાં તબક્કામાં રોકડમાં ગ્રાહકોને પૈસા પાછા નહોતા આપ્યા ત્યારબાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એ સમય દરમિયાન બુક કરવામાં આવેલ ટિકિટોને રદ કરવાની માંગ કરનાર ગ્રાહકોને રિફન્ડ કરવા માટે કહ્યુ હતુ. આ અંગે એડવાઈઝરી ત્યારે જારી કરવામાં આવી હતી જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ઘરેલુ એરલાઈન્સનાં તેમની સાથેનાં વ્યવહાર વિશે ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.