Not Set/ કોરોના સંકટકાળમાં નેપાળ સીમા વિવાદમાં વ્યસ્ત, દેખાવટી નક્શા બાદ ભારતે આપી કડક પ્રતિક્રિયા

ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળને તેના નકશામાં ભારતીય ક્ષેત્ર બતાવવા અને કેબિનેટમાં તે રાજકીય નકશો પસાર કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, એકપક્ષી કાર્યવાહી ઐતિહાસિક તથ્યો, પુરાવા પર આધારિત નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, નેપાળ દ્વારા નવા નકશાને બહાર પાડવું એ વાતચીત દ્વારા સરહદનાં પ્રશ્નોનાં સમાધાનની દ્વિપક્ષીય સમજની વિરુદ્ધ છે. […]

India
60cecd0f2337e14cbb9d14ceeefa1190 કોરોના સંકટકાળમાં નેપાળ સીમા વિવાદમાં વ્યસ્ત, દેખાવટી નક્શા બાદ ભારતે આપી કડક પ્રતિક્રિયા
60cecd0f2337e14cbb9d14ceeefa1190 કોરોના સંકટકાળમાં નેપાળ સીમા વિવાદમાં વ્યસ્ત, દેખાવટી નક્શા બાદ ભારતે આપી કડક પ્રતિક્રિયા

ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળને તેના નકશામાં ભારતીય ક્ષેત્ર બતાવવા અને કેબિનેટમાં તે રાજકીય નકશો પસાર કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, એકપક્ષી કાર્યવાહી ઐતિહાસિક તથ્યો, પુરાવા પર આધારિત નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, નેપાળ દ્વારા નવા નકશાને બહાર પાડવું એ વાતચીત દ્વારા સરહદનાં પ્રશ્નોનાં સમાધાનની દ્વિપક્ષીય સમજની વિરુદ્ધ છે.

ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, નેપાળે નકશા પર અયોગ્ય દાવાઓથી બચવું જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નેપાળે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ અને આ પગલું સંવાદ દ્વારા સરહદ વિવાદને હલ કરવાની ભાવનાથી વિરુદ્ધ છે. આવી એકપક્ષી ક્રિયા ઐતિહાસિક તથ્યો અને પુરાવા પર આધારિત નથી.

આપને જણાવી દઇએ કે, નેપાળી મંત્રીમંડળ દ્વારા પસાર કરવામાં આવેલા આ રાજકીય નકશામાં નેપાળી ક્ષેત્રમાં ભારતીય પ્રદેશ લીપુલેખ, કાલાપાની અને લિમ્પીયાધુરા બતાવવામાં આવ્યા છે. નેપાળની શાસક સામ્યવાદી પાર્ટીનાં સાંસદોએ પણ કાલાપાની, લિમ્પીયાધુરા અને લીપુલેખને નેપાળની સરહદે પરત આપવાની માંગ સાથે સંસદમાં વિશેષ ઠરાવ કર્યો હતો. વિદેશ પ્રધાન પ્રદીપકુમાર ગયાવાલીએ આ પગલાની ઘોષણાની અઠવાડિયા પહેલા કહ્યું હતું કે કૂટનીતિક પહેલ દ્વારા ભારત સાથેની સરહદ વિવાદને હલ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.