Not Set/ ઇશા દેઓલે શેર કર્યો તેની વિદાયનો વિડીયો, રડતા જોવા મળ્યા ધર્મેન્દ્ર

ઇશા દેઓલે તેના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો વિદાય સેરેમનીનો છે, જ્યાં રેડ સાડીમાં દુલ્હન ઇશાની વિદાય થઇ રહી છે. ઇશાએ ગોલ્ડ જ્વેલરી અને લાલ સાડી પહેરી છે. તેના માતા-પિતા હેમા અને ધર્મેન્દ્ર રડતાં જોવા મળે છે જ્યારે ઇશા નીકળી જાય છે, ખાસ કરીને ધર્મેન્દ્ર પુત્રીને અલવિદા કહેતી વખતે ખુબ […]

Videos
b3453458efdb9a5eb53bd4d6f994eed5 ઇશા દેઓલે શેર કર્યો તેની વિદાયનો વિડીયો, રડતા જોવા મળ્યા ધર્મેન્દ્ર
b3453458efdb9a5eb53bd4d6f994eed5 ઇશા દેઓલે શેર કર્યો તેની વિદાયનો વિડીયો, રડતા જોવા મળ્યા ધર્મેન્દ્ર

ઇશા દેઓલે તેના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો વિદાય સેરેમનીનો છે, જ્યાં રેડ સાડીમાં દુલ્હન ઇશાની વિદાય થઇ રહી છે. ઇશાએ ગોલ્ડ જ્વેલરી અને લાલ સાડી પહેરી છે. તેના માતા-પિતા હેમા અને ધર્મેન્દ્ર રડતાં જોવા મળે છે જ્યારે ઇશા નીકળી જાય છે, ખાસ કરીને ધર્મેન્દ્ર પુત્રીને અલવિદા કહેતી વખતે ખુબ રડતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ઈશાના પતિ ભરત તખ્તાની અને નાની બહેન અહાના દેઓલ પણ જોવા મળી રહી છે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ઇશા વિદાય માટે તૈયાર છે, પહેલા તો તે હસી પડે છે પરંતુ જ્યારે પિતા ધર્મેન્દ્ર રડે છે ત્યારે ઇશા પણ ભાવુક થઈ જાય છે અને તે પછી હેમા માલિનીને ગળે લગાવતી વખતે તે ભાવુક જોવા મળી રહી છે. ઇશાની બહેન અહાના પણ રડતી જોવા મળી રહી છે. અંતમાં, દરેક ખુશીથી ઇશાને વિદાય આપે છે.

વિડિઓ જુઓ-

જણાવી દઈએ કે ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. ઇશા અને ભરતની મીરાયા અને રાધ્યા નામની બે પુત્રી છે. ઇશાને માતા હેમા માલિની જેમ જ ડાન્સનો શોખ છે અને તે એક ટ્રેંડ ડાન્સર છે. ઇશાએ તેની માતા સાથે ઘણા ડાન્સ પરફોર્મન્સ આપ્યા છે. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ઇશાએ 2002 માં આવેલી ફિલ્મ મેરે કોઈ દિલ સે પૂછેથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ધૂમ, એલઓસી કારગિલ, કાલ, નો એન્ટ્રી વગેરે જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.