Not Set/ પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાનાં મોરચે સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાને ફરી એકવાર અર્થવ્યવસ્થાનાં મોરચે સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે એક ટ્વીટમાં લખ્યું હતું- ‘ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, માંગ ખરાબ રીતે પ્રભાવિત છે, નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વિકાસ દર નકારાત્મક હોઈ શકે છે. તો પછી તે અર્થવ્યવસ્થામાં વધુ મૂડી કેમ […]

India
b34fee52735ed0e98ee679b52b7c7815 પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાનાં મોરચે સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું
b34fee52735ed0e98ee679b52b7c7815 પી. ચિદમ્બરમે અર્થવ્યવસ્થાનાં મોરચે સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાને ફરી એકવાર અર્થવ્યવસ્થાનાં મોરચે સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે શનિવારે એક ટ્વીટમાં લખ્યું હતું- ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) નાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, માંગ ખરાબ રીતે પ્રભાવિત છે, નાણાકીય વર્ષ 2020-21માં આર્થિક વિકાસ દર નકારાત્મક હોઈ શકે છે. તો પછી તે અર્થવ્યવસ્થામાં વધુ મૂડી કેમ મૂકી રહ્યા છે? તેમણે સરકારને ખુલીને કહેવું જોઈએ કે તમારી ફરજ બજાવો, નાણાકીય પગલાં લો.

ચિદમ્બરમે પોતાની આગામી ટ્વીટમાં જણાવ્યું હતું કે, આરબીઆઈનાં નિવેદન પછી પણ વડા પ્રધાન કાર્યાલય અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ જીડીપીનાં એક ટકા કરતા પણ ઓછા નાણાકીય પ્રોત્સાહન એવા પેકેજની પ્રશંસા કરી રહ્યા છે. શરમ આવી જોઇએ કે સરકારે કેવી રીતે અર્થવ્યવસ્થાને નકારાત્મક વિકાસ દર તરફ ધકેલી દીધું છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ શુક્રવારે કોરોનાવાયરસ વચ્ચેની લડાઇમાં ફરી એકવાર રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને વ્યાજ દરમાં ઘટાડાની ઘોષણા કરી હતી. કેન્દ્રિય બેંકે રિવર્સ રેપો રેટ ઘટાડીને 4 ટકા કર્યો છે. આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસે આ સમયગાળા દરમિયાન કહ્યું હતું કે, 2020-21માં એકંદર સ્થાનિક ઉત્પાદન (જીડીપી) નો વિકાસ નકારાત્મક થઈ શકે છે. તેમણે કહ્યું કે, “2020-21માં જીડીપી વૃદ્ધિ નકારાત્મક રહેવાનો અંદાજ છે. ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે. કઠોળનાં ભાવમાં વધારો ચિંતાનો વિષય છે. દરેકને કૃષિ ઉત્પાદનમાં ફાયદો થશે. WTO અનુસાર વૈશ્વિક વેપાર 13 થી ઘટીને 32 ટકા થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.