Not Set/ તિહાડ જેલમાંથી કુલ 1,100 કેદીઓને પેરોલ પર કરાયા છૂટા, જાણો શું છે કારણ

તિહાડ જેલમાં કેદીઓને ઇમરજન્સી પેરોલ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમની સાથે વધુ નરમાશ કરવામાં આવે છે. તિહાડ જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે રોગચાળાને કારણે 60 વર્ષથી વધુ ઉંમરનાં કેદીઓને અન્ય કેદીઓની તુલનામાં પેરોલ દેવામાં વધુ છૂટ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1,100 દોષીઓને ઇમરજન્સી […]

India
8c35df6807bfad32f11138db9e086dc7 તિહાડ જેલમાંથી કુલ 1,100 કેદીઓને પેરોલ પર કરાયા છૂટા, જાણો શું છે કારણ
8c35df6807bfad32f11138db9e086dc7 તિહાડ જેલમાંથી કુલ 1,100 કેદીઓને પેરોલ પર કરાયા છૂટા, જાણો શું છે કારણ

તિહાડ જેલમાં કેદીઓને ઇમરજન્સી પેરોલ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઇ છે. જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમની સાથે વધુ નરમાશ કરવામાં આવે છે. તિહાડ જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે રોગચાળાને કારણે 60 વર્ષથી વધુ ઉંમરનાં કેદીઓને અન્ય કેદીઓની તુલનામાં પેરોલ દેવામાં વધુ છૂટ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 1,100 દોષીઓને ઇમરજન્સી પેરોલ આપવામાં આવી છે, જેમાં 30 કેદીઓ 60 વર્ષથી વધુ ઉંમરનાં છે.

જણાવી દઈએ કે, શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસનાં 591 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 12,910 થઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 231 લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં કોરોના ચેપનાં ભયનાં કારણે કેદીઓને ઇમરજન્સી પેરોલ પર છોડવામાં આવી રહ્યા છે. તિહાડ જેલ પ્રશાસને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં જેમની સામે વિશેષ અવકાસ અરજી અથવા તેમની સજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી છે તેવા દોષીઓને પેરોલ આપવામાં આવશે નહીં.

તિહાડ જેલનાં અધિકારીનું કહેવું છે કે, જેમને ઇમરજન્સી પેરોલ પર છૂટા કરવામાં આવ્યા છે તેઓની ઉંમર 30 થી 60 વર્ષની વચ્ચે છે. જણાવી દઇએ કે, કોરોનાથી જેલમાં રહેલા કેદીઓને બચાવવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. અહીં કેદીઓનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ભીડ ઓછી થાય તે માટે કેદીઓને જામીન અને પેરોલ પર મુક્ત કરવામાં આવી રહ્યા છે, નિયમિત તબીબી તપાસ કરવામાં આવી રહી છે. જેલમાં પરિવારનાં સભ્યોને કેદીઓને મળવા દેવાયા નથી, હાલમાં તે મુલતવી રાખવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.