Not Set/ એવુ શું બન્યું કે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીને બોલવું પડ્યું, મારુ માથું કાપી દો

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શનિવારે કહ્યું હતું કે, વીજ પુરવઠો સરળતાથી શરૂ કરવા માટે તેમને સમયની જરૂર છે. મુખ્યમંત્રીએ અન્ય જરૂરીયાતો માટે પણ સમય માંગ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, અમ્ફાનનાં તોફાનથી પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ થયો છે. જેના કારણે રાજ્યને લગભગ એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. આ […]

India
93109403d07f4898b8f40b544d35f4d8 એવુ શું બન્યું કે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીને બોલવું પડ્યું, મારુ માથું કાપી દો
93109403d07f4898b8f40b544d35f4d8 એવુ શું બન્યું કે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનર્જીને બોલવું પડ્યું, મારુ માથું કાપી દો

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શનિવારે કહ્યું હતું કે, વીજ પુરવઠો સરળતાથી શરૂ કરવા માટે તેમને સમયની જરૂર છે. મુખ્યમંત્રીએ અન્ય જરૂરીયાતો માટે પણ સમય માંગ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, અમ્ફાનનાં તોફાનથી પશ્ચિમ બંગાળમાં ભારે વિનાશ થયો છે. જેના કારણે રાજ્યને લગભગ એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. આ વચ્ચે લોકોની નારાજગી છલકાઇ રહી છે અને તેઓ રોડ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેમના નિશાના પર CM મમતા બેનર્જી છે.

મમતા બેનર્જીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું, ‘આ ભયંકર વિનાશને માત્ર બે દિવસ જ થયા છે. અમે રાત-દિવસ મહેનત કરીએ છીએ. શાંતિ જાળવો. અમે તમામ ચીજો પહેલાની જેમ થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે લોકોમાં વધતા ગુસ્સા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, હું ફક્ત એટલું જ કહી શકું કે મારુ માથું કાપી દો. આપને જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળ સરકારે આપત્તિ રાહત કાર્ય માટે સેનાની મદદ લીધી છે.

કોલકાતામાં વીજ પુરવઠો ન હોવાને કારણે, સેંકડો લોકો વિરોધ માટે રસ્તાઓ પર ઉતર્યા હતા. બેરકપુર-સોદેપુર બાયપાસ પર પોલીસ અને લોકો વચ્ચે રોડ બ્લોક કરવાને લઇને તણાવ સર્જાયો હતો. એ જ રીતે, દક્ષિણ કોલકાતામાં પણ લોકોએ નગર અને ગરિયામાં રસ્તો રોકી દીધો હતો. હાવડામાં લોકોએ કોના એક્સપ્રેસ વે ને રોકી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.