Not Set/ વતન પરત ફરી રહેલ એક મહિલાનું ગરમી અને ભૂખથી હેરાન થઇને અંતે મોત, કફન સાથે રમતુ રહ્યું તેનુ બાળક

  દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર છે ત્યારે આ કહેર વચ્ચે બીજી તરફ પ્રવાસી મજૂરો વતન પરત ફરી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભીષણ ગરમી અને ભૂખથી હેરાન થઇને બિહારનાં મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલાનું મોત નીપજ્યું. જ્યા તેનું નાનું બાળક તેણે પહેરેલું કફન કાઠીને તેની માતાને […]

India
8860fccd48f2ea32be77ded2af1b751b વતન પરત ફરી રહેલ એક મહિલાનું ગરમી અને ભૂખથી હેરાન થઇને અંતે મોત, કફન સાથે રમતુ રહ્યું તેનુ બાળક
8860fccd48f2ea32be77ded2af1b751b વતન પરત ફરી રહેલ એક મહિલાનું ગરમી અને ભૂખથી હેરાન થઇને અંતે મોત, કફન સાથે રમતુ રહ્યું તેનુ બાળક 

દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર છે ત્યારે આ કહેર વચ્ચે બીજી તરફ પ્રવાસી મજૂરો વતન પરત ફરી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ભીષણ ગરમી અને ભૂખથી હેરાન થઇને બિહારનાં મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર એક મહિલાનું મોત નીપજ્યું. જ્યા તેનું નાનું બાળક તેણે પહેરેલું કફન કાઠીને તેની માતાને જગાડવાનો પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો.

આ ઘટનાની ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. જે લોકડાઉનથી કોરોનાવાયરસને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડી છે તે છે પરપ્રાંતિય મજૂરો અને તેમની દુર્દશા ખતમ થવાનું નામ નથી લઈ રહી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી ક્લિપમાં, જોઇ શકાય છે કે મહિલા જમીન પર પડેલી છે અને તેને એક કપડાથી ઠાંકવામાં આવેલ છે પરંતુ તેનો બાળક તેના કફનસાથે રમી રહ્યો છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ દેખીતી રીતે માતા તેને હવે સાંભળી શકતી નથી. જણાવી દઇએ કે, મહિલાનું મૃત્યુ તીવ્ર ગરમી, ભૂખ અને ડિહાઇડ્રેશનને કારણે થયું હતું. મહિલા મજૂર ટ્રેન દ્વારા મુઝફ્ફરપુર પહોંચી હતી.

મહિલાનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં ખાવા-પીવાની અછતને કારણે મહિલાની તબિયત લથડી હતી. તેમણે શનિવારે ગુજરાતથી એક ટ્રેન લીધી હતી અને સોમવારે ટ્રેન મુઝફ્ફરપુર પહોંચ્યા પછી તુરંત જ તેનું મોત નીપજ્યું હતું. મહિલાનો મૃતદેહ સ્ટેશનનાં પ્લેટફોર્મ પર પડ્યો હતો. આ સમય દરમિયાન, તેનુ બાળક તેને વારંવાર ઉઠાડવાનો પ્રયાસ કરતુ રહ્યુ. બાદમાં બીજા છોકરાએ તેને ત્યાંથી હટાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.