Not Set/ TikTok ને પછાડી ‘Mitron App’ આગળ, લાખો લોકો કરી ચુક્યા છે ડાઉનલોડ

શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિકટોકનું રેટિંગ હવે ઘટી રહ્યું છે, ત્યારે મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશન ‘મિત્રો‘ ટિકટોકને કડક હરીફાઈ આપી રહી છે, અને તે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવી ચુકેલ છે, અપ્રિલ મહિનામાં રિલીઝ થયેલ આ એપ ગૂગલ પ્લેટપોર્મ પર ટિકટોકથી ઉપર દેખાઇ રહ્યુ છે. કોરોનાને લીધે, ચીની નિર્મિત ટિકટોક એપ્લિકેશનથી સંબંધિત ઘણા […]

India
2e9f77e5e5de851c60107cecefded3d8 2 TikTok ને પછાડી 'Mitron App' આગળ, લાખો લોકો કરી ચુક્યા છે ડાઉનલોડ
2e9f77e5e5de851c60107cecefded3d8 2 TikTok ને પછાડી 'Mitron App' આગળ, લાખો લોકો કરી ચુક્યા છે ડાઉનલોડ

શોર્ટ વિડીયો પ્લેટફોર્મ ટિકટોકનું રેટિંગ હવે ઘટી રહ્યું છે, ત્યારે મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશન મિત્રોટિકટોકને કડક હરીફાઈ આપી રહી છે, અને તે અત્યાર સુધીમાં 50 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવી ચુકેલ છે, અપ્રિલ મહિનામાં રિલીઝ થયેલ આ એપ ગૂગલ પ્લેટપોર્મ પર ટિકટોકથી ઉપર દેખાઇ રહ્યુ છે.

કોરોનાને લીધે, ચીની નિર્મિત ટિકટોક એપ્લિકેશનથી સંબંધિત ઘણા વિવાદો સામે આવ્યા છે. જેને કારણે તેના બંધ થવાની માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે, આ વિવાદનો ફાયદો સીધો જ મિત્રો એપને મળી રહ્યો છે, આ એપ ટિકટોક જેવી જ સુવિધાઓ આપી રહી છે. આ એપને બનાવનાર આઈઆઈટી, રુડકીનાં વિદ્યાર્થીનું નામ આજે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામા આવી રહ્યુ છે. મિત્રો એપને આઈઆઈટી રૂડકીનાં વિદ્યાર્થી શિવાંક અગ્રવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે, કેટલાક લોકો તે પણ સવાલ કરી રહ્યા છે કે આ એપ્લિકેશન ભારતીય છે કે નહીં. આપને જણાવી દઇએ કે, વેબસાઇટનો ડોમેન ઉત્તરાખંડથી નોંધાયેલ છે.

આ એપ્લિકેશનએ ગૂગલ પ્લે સ્ટોર પર ટોપ ફ્રી ચાર્ટમાં ટોપ-10 ની યાદીમાં સ્થાન પણ મેળવ્યું છે. સોમવારે, આ એપ્લિકેશન ટિકટોકથી ઉપર બીજા સ્થાને પહોંચી ગઇ હતી. આ એપ્લિકેશન લોકપ્રિય થવાનું કારણ તેનું નામ અને બ્રાંડિંગ છે. કારણ કે આપણા વડા પ્રધાન મોદીજી વારંવાર આ શબ્દનો ઉપયોગ કરતા રહે છે અને લોકો સમય સમય પર તેનો ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.