Not Set/ આફત અને મહામારી સામે તમામ સરકારો લડી અને પરિવર્તન લાવી, પરંતુ આજે સમગ્ર દેશ લડી રહ્યો છે : અમિત શાહ

આજે મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે દેશમાં કોરોના સંકટ વધી ગયો હોવાના કારણે લોકડાઉન 5.0 ની ઘોષણા કરવામાં આવી છે. આ લોકડાઉન 5.0 માં અનલોક-1 નો પણ ઉલ્લેખ છે. તેનો અર્થ જણાવતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, લોકડાઉન 4.0 પછી અનલોક-1 માં સંયમ સાથે પ્રવૃત્તિઓ થશે. ગૃહ પ્રધાન […]

India
be8a9a4def8ff076a15328fac73d8be0 આફત અને મહામારી સામે તમામ સરકારો લડી અને પરિવર્તન લાવી, પરંતુ આજે સમગ્ર દેશ લડી રહ્યો છે : અમિત શાહ
be8a9a4def8ff076a15328fac73d8be0 આફત અને મહામારી સામે તમામ સરકારો લડી અને પરિવર્તન લાવી, પરંતુ આજે સમગ્ર દેશ લડી રહ્યો છે : અમિત શાહ

આજે મોદી સરકારનાં બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયુ છે. ત્યારે દેશમાં કોરોના સંકટ વધી ગયો હોવાના કારણે લોકડાઉન 5.0 ની ઘોષણા કરવામાં આવી છે. આ લોકડાઉન 5.0 માં અનલોક-1 નો પણ ઉલ્લેખ છે. તેનો અર્થ જણાવતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, લોકડાઉન 4.0 પછી અનલોક-1 માં સંયમ સાથે પ્રવૃત્તિઓ થશે.

ગૃહ પ્રધાન અમિત શાહે લોકલાઉન 5.0 માં અનલોક-1 વિશે સમજાવ્યું અને કહ્યું કે તેમા સંયમ રાખીને પ્રવૃત્તિઓ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, જ્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન હશે, તે કડક નિયમ લાગુ રહેશે, પરંતુ જ્યાં પરિસ્થિતિઓ સારી હશે ત્યાં જાહેર જીવન સામાન્ય રહેશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, તમામ સરકારો ભારતમાં આફત અને રોગચાળા સામે લડી છે. સરકારો દર વખતે પરિવર્તન લાવતા, પરંતુ આ વખતે સમગ્ર દેશ લડી રહ્યો છે. લોકોએ જનતા કર્ફ્યુનું, થાળી વગાડીને અને કોરોના વોરિયર્સનું સમ્માન કરીને દેશને આ મહામારી વિરુદ્ધ મજબૂત કર્યો છે.

ગૃહમંત્રી અમિતા શાહે વધુમાં કહ્યુ કે, વર્ષ 2014 માં, ત્રણ મુદ્દાઓ પર કામ શરૂ થયું. તેમણે કહ્યું હતું કે, 60 કરોડ ગરીબ લોકોનું જીવનધોરણ સુધારવા માટે પ્રથમ કામ શરૂ કરાયું હતું, બીજું દેશનાં અર્થતંત્રને મજબૂત બનાવવા માટે, 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતું અને ત્રીજુ દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને મજબૂત બનાવવા પર ભાર આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.