Not Set/ તો શું ચીની સૈનિકો ભારતમાં અંદર સુધી ઘુસી આવ્યા છે? જાણો

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દુનિયામાં બે એવા દેશ છે જે આજે પણ પોતાની હરકતોને બંધ કરી શકતા નથી. આપને જણાવી દઇએ કે, કોરોના રોગચાળાની વચ્ચે ચીન સરહદ પર ભારતનો તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી, આ દરમિયાન ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. જે […]

India
c27e6884b268f6207e4b82c05b67c52e તો શું ચીની સૈનિકો ભારતમાં અંદર સુધી ઘુસી આવ્યા છે? જાણો
c27e6884b268f6207e4b82c05b67c52e તો શું ચીની સૈનિકો ભારતમાં અંદર સુધી ઘુસી આવ્યા છે? જાણો

આજે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દુનિયામાં બે એવા દેશ છે જે આજે પણ પોતાની હરકતોને બંધ કરી શકતા નથી. આપને જણાવી દઇએ કે, કોરોના રોગચાળાની વચ્ચે ચીન સરહદ પર ભારતનો તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી, આ દરમિયાન ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. જે બાદ હવે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચીની સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશતા નજરે પડે છે. ભારતીય સેનાએ હવે આ વિડીયો અંગે સ્પષ્ટતા કરી છે. ઉપરાંત, વિડીયોને બનાવટી ગણાવીને લોકોને શેર ન કરવા અપીલ કરી છે.

ભારતીય સૈન્યનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર, ઉત્તરીય સરહદ પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની કોઈ પ્રામાણિકતા નથી. હાલમાં સરહદ પર કોઈ હિંસા થઈ નથી. થોડા દિવસો પહેલા જે ઘટનાઓ બની હતી, તેમે પ્રોટોકોલ અને સ્થાનિક સ્તરે નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ આવા વિડીયો અને રાષ્ટ્રીય સુરક્ષાને અસર કરતી અહેવાલોની કડક નિંદા કરી છે. તેમણે મીડિયાને અનુરોધ કર્યો છે કે આવા વીડિયો ન ચલાવે. વળી મીડિયા ગૃહો આ વિડીયોને અતિશયોક્તિજનક બતાવી રહ્યા છે, સેનાએ પણ તેમના પર કાર્યવાહી કરવાનું કહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો ભારત-ચીન સરહદનાં ગણાવવામાં આવી રહ્યા છે. વિડીયોમાં, ચીની સૈનિકો હથિયારો સાથે એલએસીને પાર કરે છે અને ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે. દરમિયાન ત્યાં હાજર સૈનિકોએ તેમને આ કરતા રોકી દીધા હતા. વિડીયો મુજબ આઇટીબીપી જવાન સરહદ પર ચીની સૈનિકોને યોગ્ય જવાબ આપી રહ્યા છે. વળી કેટલાક લોકો ઘણા જુના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે અને તેમને હાલનાં બતાવી રહ્યાં છે.

તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીન સરહદ પર વિવાદ અંગે નિવેદન આપ્યું હતું. સંરક્ષણ પ્રધાનનાં જણાવ્યા અનુસાર સરહદ પર શાંતિ છે અને બંને દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ સમસ્યા હલ કરવા માંગે છે. રાજનાથ સિંહે તે પણ પુનરોચ્ચાર કર્યો કે આ મામલામાં યુએસની દખલની જરૂર નથી. બંને દેશોની પાસે આ સમસ્યાનું સમાધાન લાવવા માટે સ્થાપિત તંત્ર છે. રાજનાથસિંહે કહ્યું કે, ભારતની નીતિ ખૂબ જ સ્પષ્ટ છે કે આપણા બધા પાડોશીઓ સાથે આપણા સારા સંબંધો રહે, પરંતુ જો સરહદ પર વિવાદ થાય છે, તો મુદ્દાઓને હલ કરવા પ્રયાસો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.