Not Set/ નિસર્ગ વાવાઝોડું/ મુંબઈ એરપોર્ટનાં રન-વે પર પાણી હોવાના કારણે લેન્ડિંગ દરમિયાન વિમાન ફંટાયું

ચક્રવાત નિસર્ગનાં મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે અથડાવવાના કારણે પડેલા જોરદાર વરસાદથી મુંબઇ એરપોર્ટ પર એક કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ઝટકા સાથે ફરી ગયુ હતું. વિઝ્યુઅલ જોઇ શકાય છે કે વિમાન ભીના રનવે પર અટકી ગયું. વળી, વિમાનનાં લેન્ડિંગ ગિયરને લીધે, પાણીનાં ફુવારાઓ જમીનથી કેટલાક મીટર ઉપર ઉંડ્યા હતા. MD–11 વિમાને બેંગલુરુથી ઉડાન ભરી હતી. જો […]

India
f86c15941a4d60afefe7ebf995389550 2 નિસર્ગ વાવાઝોડું/ મુંબઈ એરપોર્ટનાં રન-વે પર પાણી હોવાના કારણે લેન્ડિંગ દરમિયાન વિમાન ફંટાયું
f86c15941a4d60afefe7ebf995389550 2 નિસર્ગ વાવાઝોડું/ મુંબઈ એરપોર્ટનાં રન-વે પર પાણી હોવાના કારણે લેન્ડિંગ દરમિયાન વિમાન ફંટાયું

ચક્રવાત નિસર્ગનાં મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે અથડાવવાના કારણે પડેલા જોરદાર વરસાદથી મુંબઇ એરપોર્ટ પર એક કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન રન-વે પર ઝટકા સાથે ફરી ગયુ હતું. વિઝ્યુઅલ જોઇ શકાય છે કે વિમાન ભીના રનવે પર અટકી ગયું. વળી, વિમાનનાં લેન્ડિંગ ગિયરને લીધે, પાણીનાં ફુવારાઓ જમીનથી કેટલાક મીટર ઉપર ઉંડ્યા હતા.

MD11 વિમાને બેંગલુરુથી ઉડાન ભરી હતી. જો કે, આ ઘટનાનાં કારણે બીજી ફ્લાઈટ પર કોઈ અસર થઈ નહોતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કર્યા પછી, મુંબઈ એરપોર્ટે સાંજની બધી ફ્લાઇટ્સ રદ્દ કરી હતી. મુંબઇ એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનાં રનવે પરથી વિમાન ઉતરી ગયુ હતું. વિમાન બેંગ્લોરથી આવી રહ્યું હતું. જો કે, બીજી ફ્લાઇટ પર તેની કોઈ અસર થઈ નથી.