Not Set/ અઠવાડિયામાં 61,000  કોરોના કેસ, મોલ્સ અને ધાર્મિક સ્થળો ખોલવામાં કયાંક ઉતાવળ તો નથી કરી રહ્યા ને…?

લાંબા સમયબાદના લોકડાઉન  પછી, ભારતમાં  વિવિધ ક્ષેત્રો ખોલવાની દિશામાં આગળ વધી રહ્યું છે, તેથી ઝડપથી વિસ્તરતા કોરોનાના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 61,000 નવા કેસ નોંધાયા પછી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો પરિસ્થિતિ બેકાબૂ બની જાય તો લોકડાઉન ફરીથી મુકવા માટે કાયદો ઘડવો પડશે. વળી એમ પણ કહ્યું કે આવી […]

India
f3180c17adfe80de7626545b62295607 અઠવાડિયામાં 61,000  કોરોના કેસ, મોલ્સ અને ધાર્મિક સ્થળો ખોલવામાં કયાંક ઉતાવળ તો નથી કરી રહ્યા ને...?
f3180c17adfe80de7626545b62295607 અઠવાડિયામાં 61,000  કોરોના કેસ, મોલ્સ અને ધાર્મિક સ્થળો ખોલવામાં કયાંક ઉતાવળ તો નથી કરી રહ્યા ને...?

લાંબા સમયબાદના લોકડાઉન  પછી, ભારતમાં  વિવિધ ક્ષેત્રો ખોલવાની દિશામાં આગળ વધી રહ્યું છે, તેથી ઝડપથી વિસ્તરતા કોરોનાના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 61,000 નવા કેસ નોંધાયા પછી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો પરિસ્થિતિ બેકાબૂ બની જાય તો લોકડાઉન ફરીથી મુકવા માટે કાયદો ઘડવો પડશે. વળી એમ પણ કહ્યું કે આવી સ્થિતિમાં શોપિંગ મોલ્સ અને અને ધાર્મિક સ્થળો ખોલવાનું બહુ વહેલું થશે.

ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ 9,851 નવા કેસ નોંધાયા હતા અને 273 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ફેફસાના પ્રખ્યાત સર્જન ડો.અરવિંદ કુમારે જણાવ્યું હતું કે આ સમયે લોકડાઉન લગાવીને લોકોએ તેમના ઘરોમાં રહેવું મહત્વપૂર્ણ રહેશે. તેઓએ ચાર નિયમોનું પાલન કરવું જોઈએ. જરૂરિયાત વિના બહાર ન જશો, હંમેશાં માસ્ક પહેરો, અંતર રાખો અને હાથ ધુવો.

ફોર્ટિસ હોસ્પિટલ વસંતકુંજના ડો.વિવેક નાંગીયાએ જણાવ્યું હતું કે ઝડપથી વધતા જતા કેસો ચિંતાનું કારણ છે. આવી સ્થિતિમાં, મોલ અને ધાર્મિક સ્થળો ખોલવાનું ખૂબ જ વહેલું છે. કારણ કે ત્યાં ભીડ ભેગી થશે અને પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.