Not Set/ દેશમાં કોરોના વાયરસ લઇ શકે છે ભયાનક સ્વરૂપ, હજી આ બિમારી શિખરે પહોંચી નથી : AIIMS ડાયરેક્ટર

મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદનાં આ શહેરોમાં કોવિડ-19 નો ગ્રાફ વધી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાનાં હજારો પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકોમાં બેદરકારી એ દેશમાં કોરોના ચેપનું વિસ્ફોટક કારણ હોઈ શકે છે. આ વચ્ચે એઈમ્સનાં ડિરેક્ટર ડૉ.રનદીપ ગુલેરિયાએ કોરોના નાયરસનાં કેસને લઇને ચેતવણી આપી છે. ડૉ. ગુલેરિયાનું કહેવુ છે કે, દેશમાં કોરોના વાયરસનું […]

India
92f7df5b0ee26f0baa3c2cde95c0562a દેશમાં કોરોના વાયરસ લઇ શકે છે ભયાનક સ્વરૂપ, હજી આ બિમારી શિખરે પહોંચી નથી : AIIMS ડાયરેક્ટર
92f7df5b0ee26f0baa3c2cde95c0562a દેશમાં કોરોના વાયરસ લઇ શકે છે ભયાનક સ્વરૂપ, હજી આ બિમારી શિખરે પહોંચી નથી : AIIMS ડાયરેક્ટર

મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, અમદાવાદનાં આ શહેરોમાં કોવિડ-19 નો ગ્રાફ વધી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાનાં હજારો પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકોમાં બેદરકારી એ દેશમાં કોરોના ચેપનું વિસ્ફોટક કારણ હોઈ શકે છે. આ વચ્ચે એઈમ્સનાં ડિરેક્ટર ડૉ.રનદીપ ગુલેરિયાએ કોરોના નાયરસનાં કેસને લઇને ચેતવણી આપી છે. ડૉ. ગુલેરિયાનું કહેવુ છે કે, દેશમાં કોરોના વાયરસનું પીક આવવાનું હજુ બાકી છે.

તેમણે કહ્યું કે, લોકડાઉન 4 માં તમામ સરકારી, ખાનગી કચેરીઓ અને દુકાનો ખોલવામાં આવી છે. મહાનગરમાં લોકોની મોટી સંખ્યા છે. જેના કારણે દરરોજ ચેપના આંકડા વધી રહ્યા છે. ઘણા સ્થળોએ, લોકો જાહેર શૌચાલયો, જાહેર રસોડાઓ અને ઘરો વચ્ચે શારીરિક અંતર કરી શકતા નથી. દેશમાં કોરોનાનાં કેસમાં વધારો થવાનું આ એક મોટુ કારણ બની શકે છે. જેટલી સાવચેતી રાખવામા આવશે તેટલા તમે આ બિમારીથી પોતાને દૂર કરી શકશો.

એઈમ્સનાં ડિરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાએ કોરોના ચેપગ્રસ્તનાં ફેલાવા પર ચિંતા વ્યક્ત કરી છે. ડૉ.ગુલેરીઆએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ હજી શિખરે પહોંચ્યો નથી. એઈમ્સનાં ડિરેક્ટરએ કહ્યું કે દિલ્હી-મુંબઈ હોટસ્પોટ છે, ત્યાં લોકલ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાં આવી સ્થિતિ દેખાઇ રહી નથી. આવા 10 થી 12 શહેરો છે જ્યાં કમ્યુનિટી ટ્રાંન્સફર થવાની સંભાવના છે, એઈમ્સમાં 70 થી 80 કેસ આવા જ આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.