Not Set/ કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થયો વધારો, જાણો

કોરોના સંકટ વચ્ચે સામાન્ય માણસ માટે હજુ અન્ય ઘણા સંકટો જાણે આવવાનાં બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે રવિવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, 83 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઈઝમાં વધારો થયો […]

India
c3a9f6978e58766a07697c67b7cc2d99 કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થયો વધારો, જાણો
c3a9f6978e58766a07697c67b7cc2d99 કોરોના સંકટ વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં થયો વધારો, જાણો

કોરોના સંકટ વચ્ચે સામાન્ય માણસ માટે હજુ અન્ય ઘણા સંકટો જાણે આવવાનાં બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે રવિવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પ્રતિ લિટર 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, 83 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઈઝમાં વધારો થયો છે. 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો ન હતો. 16 માર્ચથી 6 જૂન સુધી, વિવિધ રાજ્ય સરકારો દ્વારા વેટ અથવા સેસ વધાર્યા પછી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. લોકડાઉન પછી, ઘણી રાજ્ય સરકારોએ ચોક્કસપણે પેટ્રોલ અને ડીઝલનાં દરોમાં વધારો કર્યો હતો. રાજ્યોમાં કિંમતોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. બેઝ પ્રાઇઝમાં રવિવારે વધારો થયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં શનિવારે પેટ્રોલનો ભાવ લિટર દીઠ 71.26 રૂપિયા હતો, જે રવિવારે વધીને 71.86 રૂપિયા થયો છે. દિલ્હીમાં ડીઝલનાં દર હવે લિટર દીઠ રૂ.69.39 થી વધીને 69.99 રૂપિયા થઈ ગયા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78.91 રૂપિયા અને ડીઝલ 68.79 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયો છે. ચેન્નઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 76.07 રૂપિયા અને ડીઝલ 68.74 રૂપિયા પ્રતિ લિટર વધ્યું છે, કોલકાતામાં પેટ્રોલ 73.89 રૂપિયા અને ડીઝલ રૂ.66.17 પ્રતિ લીટર વધ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.