Not Set/ પ્રકાશ રાજે કર્યુ ટ્વીટ, મજૂરો ચાલે, મધ્યમ વર્ગ મરે, અર્થવ્યવસ્થા પડી ભાગે, પરંતુ રાજકીય પક્ષોએ બિહાર…

બિહારમાં, ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ રેલી કરી બિહાર ચૂંટણી માટે શંખનાદ ફૂંકી દીધો છે. અમિત શાહે રવિવારે સાંજે દેશની પહેલી વર્ચુઅલ રેલીને સંબોધન કર્યું હતું. આ રેલી માટે વિરોધી પક્ષો અને અનેક હસ્તીઓએ અમિત શાહને નિશાન બનાવ્યા હતા. જો કે હવે પ્રખ્યાત અભિનેતા […]

India
3a0bf955b90fb210a5b13a467711ab9b પ્રકાશ રાજે કર્યુ ટ્વીટ, મજૂરો ચાલે, મધ્યમ વર્ગ મરે, અર્થવ્યવસ્થા પડી ભાગે, પરંતુ રાજકીય પક્ષોએ બિહાર...
3a0bf955b90fb210a5b13a467711ab9b પ્રકાશ રાજે કર્યુ ટ્વીટ, મજૂરો ચાલે, મધ્યમ વર્ગ મરે, અર્થવ્યવસ્થા પડી ભાગે, પરંતુ રાજકીય પક્ષોએ બિહાર...

બિહારમાં, ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વર્ચ્યુઅલ રેલી કરી બિહાર ચૂંટણી માટે શંખનાદ ફૂંકી દીધો છે. અમિત શાહે રવિવારે સાંજે દેશની પહેલી વર્ચુઅલ રેલીને સંબોધન કર્યું હતું. આ રેલી માટે વિરોધી પક્ષો અને અનેક હસ્તીઓએ અમિત શાહને નિશાન બનાવ્યા હતા. જો કે હવે પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજે બિહાર અને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે ટ્વીટ કર્યું છે.

પ્રકાશ રાજે સોમવારે ટિ્‌વટ કર્યું હતું કે, પરપ્રાંતિયો ચાલી શકે છે. મધ્યમ વર્ગ શાંતિથી મરી શકે છે. અર્થવ્યવસ્થા પડી ભાગી શકે છે, પરંતુ રાજકીય પક્ષોએ બિહારમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે ગુજરાતમાં ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડવામાં આવી રહ્યા છે. જે ચીજ તેઓ સારી રીતે કરી શકે છે, તે કરી રહ્યા છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

સોનુ સૂદની જેમ પ્રકાશ રાજ પણ લોકડાઉનનાં કારણે ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને પોતાના ફાઉંન્ડેશન હેઠળ મદદ કરી રહ્યા છે. પ્રકાશ રાજ મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું સતત કામ કરી રહ્યા છે. તેમણે લોકોને અપીલ પણ કરી કે તેઓ તેમની નજીકની કોઈની પાસે પહોંચવાનો પ્રયત્ન કરે અને જીવન આપવામાં મદદ કરે. અગાઉ, તેમણે તેમના ફાર્મ હાઉસમાં લોકડાઉનનાં કારણે અટવાયેલા 50 જેટલા મજૂરોને રોકાવવા માટે જગ્યા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.