Not Set/ પાગલ પ્રેમીએ બ્રેકઅપ બાદ તેની પ્રેમિકાનાં અશ્લીલ ફોટા અને વિડીયો Porn Site પર વેચી દીધા

એક પ્રેમી તેની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયા પછી બદલો લેવા માંગતો હતો. જેને લઈને તેણે તેની ગર્લફ્રેન્ડનાં અશ્લીલ ફોટા અને વિડીયો પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધા. ગર્લફ્રેન્ડને આ વિશેની જાણ થતાં જ તેના હોશ ઉડી ગયા. પોલીસે આરોપી પ્રેમીની કોલકાતાથી ધરપકડ કરી છે. તે એક કંપનીમાં મેનેજર છે. આ પ્રેમીએ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

India
2ffbd2d9da0d31e8c60930c829d69cd1 પાગલ પ્રેમીએ બ્રેકઅપ બાદ તેની પ્રેમિકાનાં અશ્લીલ ફોટા અને વિડીયો Porn Site પર વેચી દીધા
2ffbd2d9da0d31e8c60930c829d69cd1 પાગલ પ્રેમીએ બ્રેકઅપ બાદ તેની પ્રેમિકાનાં અશ્લીલ ફોટા અને વિડીયો Porn Site પર વેચી દીધા

એક પ્રેમી તેની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયા પછી બદલો લેવા માંગતો હતો. જેને લઈને તેણે તેની ગર્લફ્રેન્ડનાં અશ્લીલ ફોટા અને વિડીયો પોર્ન સાઇટ પર અપલોડ કરી દીધા. ગર્લફ્રેન્ડને આ વિશેની જાણ થતાં જ તેના હોશ ઉડી ગયા. પોલીસે આરોપી પ્રેમીની કોલકાતાથી ધરપકડ કરી છે. તે એક કંપનીમાં મેનેજર છે.

આ પ્રેમીએ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમજ પોર્ન સાઇટ્સ પર વિડીયો અને ફોટા અપલોડ કર્યા હતા. ફોટા અને વિડીયો ઘણી જગ્યાએ વેચાઇ રહ્યા હતા. આ અંગેની માહિતી મળ્યા બાદ યુવતીએ નોઇડા પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. આ પાગલ પ્રેમીએ ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનાં ફોટા લગભગ 300 પોર્ન સાઇટ્સ પર વેચ્યા હતા. આ સિવાય આરોપીઓએ 1000 પોર્ન સાઇટ્સ પર વિડીયો અને ફોટા અપલોડ કરી દીધા હતા. વિડીયો વેચવાના બદલામાં આરોપીએ પેટીએમ દ્વારા પોર્ન સાઇટમાંથી પેમેન્ટ પણ લીધું હતું.

જ્યારે નોઇડા પોલીસે આ પાપી પ્રેમીની ધરપકડ કરી ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેણે બ્રેકઅપનો બદલો લેવા માટે તેની પૂર્વ ગર્લફ્રેન્ડનાં અશ્લીલ ફોટા અને વિડીયો અપલોડ કર્યા હતા. બંને વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બન્યા હતા. તેણે તેની ગર્લફ્રેન્ડનો વિડીયો બનાવ્યો હતો. ત્રણ મહિના પહેલા જ બંનેનાં રિલેશનશીપમાં બ્રેક લાગી હતી. આ દરમિયાન તે પૂર્વ ગર્લફ્રેન્ડને બ્લેકમેઇલ કરી પૈસા માંગતો હતો. પોલીસે પ્રેમીની ધરપકડ કર્યા બાદ તેને જેલમાં મોકલી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.