Not Set/ કોરોનાની ઝપટમાં આવેલા DMK નાં ધારાસભ્ય જે.અંબાજગનનું નિધન, પહેલા MLA બન્યા જે…

  દેશમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આ વાયરસ હવે ધીરે ધીરે દેશનાં તમામ વિસ્તારોમાં પોતાનો પગ પેસારી ચુક્યો છે. મલી રહેલી માહિતી મુજબ તમિલનાડુમાં ધારાસભ્યનું કોરોનાથી મોત થયુ છે. આપને જણાવી દઇએ કે, ધારાસભ્યની કોરોનાથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા જે.અંબાજગનનું કોરોનાનાં કારણે બુધવારે સવારે […]

India
c4403175fc7ca10aa2b2d7761e2b5c67 કોરોનાની ઝપટમાં આવેલા DMK નાં ધારાસભ્ય જે.અંબાજગનનું નિધન, પહેલા MLA બન્યા જે...
c4403175fc7ca10aa2b2d7761e2b5c67 કોરોનાની ઝપટમાં આવેલા DMK નાં ધારાસભ્ય જે.અંબાજગનનું નિધન, પહેલા MLA બન્યા જે... 

દેશમાં કોરોના વાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આ વાયરસ હવે ધીરે ધીરે દેશનાં તમામ વિસ્તારોમાં પોતાનો પગ પેસારી ચુક્યો છે. મલી રહેલી માહિતી મુજબ તમિલનાડુમાં ધારાસભ્યનું કોરોનાથી મોત થયુ છે.

આપને જણાવી દઇએ કે, ધારાસભ્યની કોરોનાથી મોતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દ્રવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા જે.અંબાજગનનું કોરોનાનાં કારણે બુધવારે સવારે અવસાન થયુ છે. તે થોડા અઠવાડિયા પહેલા કોરોના વાયરસની ઝપટમાં આવી ગયા હતા. તેમની હાલત સતત ખરાબ થઇ રહી હતી. જે.અંબાજગનનું અવસાન તેમના 62 માં જન્મદિવસ પર થયું છે.

અંબાજગનને ડોક્ટર રેલા ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત વધુ બગડ્યા પછી, તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. બુધવારે હોસ્પિટલે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, ‘કોરોના વાયરસને કારણે જીવનની લડત લડનારા અંબાજગનની આજે સવારે તબિયત ખરાબ થવા લાગી છે. વેન્ટિલેટર સહિત સંપૂર્ણ તબીબી સહાય પ્રાપ્ત થવા છતાં તેમનું અવસાન થયું છે. આપને જણાવી દઈએ કે ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને રાજ્યનાં આરોગ્ય પ્રધાન સી વિજયબાસ્કર પણ શુક્રવારે અંબાજગનને જોવા પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.