Not Set/ J&K/ આતંકીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં સેનાએ અત્યાર સુધીમાં 24 આતંકવાદીઓને પહોચાડ્યાં યમલોક

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ગઈકાલે શોપિયામાં સેનાએ 10 કલાકનાં એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ કાશ્મીરનાં બડગામમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બડગામનાં અવંતિપોરામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બુધવારે સેનાએ દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં 10 કલાકનાં એન્કાઉન્ટરમાં 5 […]

India
4190f62d1802ee9e4cf30ac25480d1db J&K/ આતંકીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં સેનાએ અત્યાર સુધીમાં 24 આતંકવાદીઓને પહોચાડ્યાં યમલોક
4190f62d1802ee9e4cf30ac25480d1db J&K/ આતંકીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં સેનાએ અત્યાર સુધીમાં 24 આતંકવાદીઓને પહોચાડ્યાં યમલોક

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. ગઈકાલે શોપિયામાં સેનાએ 10 કલાકનાં એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ કાશ્મીરનાં બડગામમાં આજે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બડગામનાં અવંતિપોરામાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

બુધવારે સેનાએ દક્ષિણ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં 10 કલાકનાં એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકીઓ પાસેથી બુલેટ ગનપાવડર મળી આવ્યા હતા. વળી સેનાએ પણ કાશ્મીરનાં રેબેન અને પિંજોરામાં આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું તે પહેલાં, અલગ અલગ એન્કાઉન્ટરમાં 9 હિઝબુલ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સેના આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. છેલ્લા 5 દિવસમાં ત્રણ એન્કાઉન્ટરમાં એક સાથે 14 હિઝબુલ આતંકવાદીઓ માર્યા ગયા છે. જણાવી દઇએ કે, સેનાને બાતમી મળી હતી કે આતંકવાદીઓ આ વિસ્તારમાં સંતાઇ શકે છે, ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દળ આતંકીઓની ગોળીઓનો જવાબ આપી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, સેના અને આતંકવાદીઓ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરનાં ડીજીપી દિલબાગસિંહે માહિતી આપી હતી કે, તાજેતરનાં ઓપરેશનમાં સુરક્ષા દળોએ 14 હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓને ઠાર કર્યા છે. બુધવારે સેનાએ 5 આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને સોમવારે જમ્મુ-કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. રવિવારે સુરક્ષા દળોએ 7 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. છેલ્લા બે અઠવાડિયામાં, સેનાએ 9 મોટા ઓપરેશન હાથ ધર્યા છે. આતંકવાદીઓ વિરુદ્ધની આ કામગીરીમાં અત્યાર સુધી 24 આતંકવાદીઓ ઠાર કરવામાં આવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.