Not Set/ સીતામઢી ફાયરિંગ/ નેપાળ પોલીસે પકડેલા ભારતીય શખ્સે સંભળાવી આપબીતી

સરહદ વિવાદ વચ્ચે નેપાળ પોલીસે શુક્રવારે બિહારની સરહદ પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા, જ્યારે એકને નેપાળ પોલીસે કસ્ટડીમાં લીધો હતો. વહીવટીતંત્રની દખલ બાદ શનિવારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. લગન કિશોર સીતામઢી પરત આવ્યો અને સમગ્ર ઘટના પર આપબીતી સંભળાવી. વળી નેપાળ પોલીસ પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં […]

India
084e6e6651a274216041849d60ce05a3 સીતામઢી ફાયરિંગ/ નેપાળ પોલીસે પકડેલા ભારતીય શખ્સે સંભળાવી આપબીતી
084e6e6651a274216041849d60ce05a3 સીતામઢી ફાયરિંગ/ નેપાળ પોલીસે પકડેલા ભારતીય શખ્સે સંભળાવી આપબીતી

સરહદ વિવાદ વચ્ચે નેપાળ પોલીસે શુક્રવારે બિહારની સરહદ પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા, જ્યારે એકને નેપાળ પોલીસે કસ્ટડીમાં લીધો હતો. વહીવટીતંત્રની દખલ બાદ શનિવારે તેને મુક્ત કરવામાં આવ્યો હતો. લગન કિશોર સીતામઢી પરત આવ્યો અને સમગ્ર ઘટના પર આપબીતી સંભળાવી. વળી નેપાળ પોલીસ પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નેપાળથી પરત આવેલા લગન કિશોરનાં શરીર પર ઈજાનાં ઘણા નિશાન છે.

લગન કિશોરનાં જણાવ્યા મુજબ, તેની વહુ નેપાળની રહેવાસી છે. તે પુત્ર સાથે સરહદ પર વહુનાં પરિવારનાં સભ્યોને મળવા ગયો હતો. આ દરમિયાન નેપાળ પોલીસે તેના પુત્રની હત્યા કરી દીધી હતી. તેણે આનું કારણ પૂછ્યું. જેના પર નેપાળી સૈનિકોએ તેને ચૂપ રહેવાનું કહ્યું. આ પછી, તેણે ત્યાં 10 વધુ પોલીસ જવાનોને બોલાવ્યા. ત્યારબાદ તેઓએ ત્યાં ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. લગન કિશોરનાં કહેવા મુજબ, તે લોકો ભારતીય સીમાની અંદર આવ્યા હતા, જેના આધારે નેપાળી પોલીસે તેને પાછળ ખેંચી લીધો હતો અને તેને કસ્ટડીમાં લીધો હતો. આ સમય દરમિયાન નેપાળી સૈનિકોએ તેમને રાઇફલનાં બટ્ટ વડે માર માર્યો હતો અને તેને નેપાળનાં સંગ્રામપુર લઈ ગયા હતા. નેપાળી પોલીસે લગન કિશોરને જૂઠ્ઠું બોલાવવાનો પ્રયાસ કર્યો. તેઓ વારંવાર એમ કહીને દબાણ કરી રહ્યા હતા કે તેઓ નેપાળ બોર્ડર પરથી પકડાયા છે. જેના પર લગન કિશોરે કહ્યું હતું કે, તમે ઈચ્છો તો મને મારી નાખો, પણ હું એમ નહીં કહુ. લગન કિશોરનાં કહેવા પ્રમાણે, ફાયરિંગમાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થયા હતા, જેના આધારે નેપાળ પોલીસનાં જવાનોએ લાકડીઓ મારવાનું શરૂ કર્યું હતું અને તેમને કસ્ટડીમાં લીધા હતા.

એસએસબી ડીજી રાજેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, લગન કિશોરની પુત્રવધુ નેપાળી છે. તેણી સાસરિયાઓ સાથે પરત આવી રહી હતી. આ સમય દરમિયાન નેપાળની એપીએફ ટીમે 14 જૂન સુધી લોકડાઉન ચાલુ હોવાના કારણે તેને ત્યાથી રવાના થવા કહ્યું હતું. આ અંગે બંને પક્ષે ચર્ચા થઈ હતી. ત્યારબાદ લોકોએ ફોન કરીને ગામલોકોને બોલાવ્યા. આ અથડામણ દરમિયાન, એપીએફ એ 15 રાઉન્ડ ફાયરિંગ કરી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા, જ્યારે લગન કિશોર એપીએફનાં હાથે ઝડપાઇ ગયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિનું બાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.