Not Set/ રાજ્યસભાની ચૂંટણીની કેવી હોય છે પ્રક્રિયા અને કેવી રીતે ઉમેદવારોને મળે છે જીત, જાણો

દેશનાં 8 રાજ્યોની રાજ્યસભાની 19 બેઠકો પર ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં, તમારે રાજ્યસભાનાં સભ્યો કેવી રીતે ચૂંટાય છે તે સમજવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની જેમ, રાજ્યસભાની ચૂંટણીઓમાં પણ જનતા સીધી રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લેતી નથી. પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ચૂંટણીમાં ભાગ લે છે. રાજ્યસભાની ચૂંટણીમાં, જાહેરમાં ચૂંટાયેલા ધારાસભ્યો વિવિધ રાજ્યોની […]

India
3011d582a74f09aea076de4edf4913c6 રાજ્યસભાની ચૂંટણીની કેવી હોય છે પ્રક્રિયા અને કેવી રીતે ઉમેદવારોને મળે છે જીત, જાણો
3011d582a74f09aea076de4edf4913c6 રાજ્યસભાની ચૂંટણીની કેવી હોય છે પ્રક્રિયા અને કેવી રીતે ઉમેદવારોને મળે છે જીત, જાણો

દેશનાં 8 રાજ્યોની રાજ્યસભાની 19 બેઠકો પર ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં, તમારે રાજ્યસભાનાં સભ્યો કેવી રીતે ચૂંટાય છે તે સમજવાની જરૂર છે. લોકસભાની ચૂંટણીની જેમ, રાજ્યસભાની ચૂંટણીઓમાં પણ જનતા સીધી રીતે મતદાન પ્રક્રિયામાં ભાગ લેતી નથી. પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ ચૂંટણીમાં ભાગ લે છે. રાજ્યસભાની ચૂંટણીમાં, જાહેરમાં ચૂંટાયેલા ધારાસભ્યો વિવિધ રાજ્યોની વિધાનસભામાં ભાગ લે છે અને રાજ્યસભાનાં સભ્યો તેમના મતનાં આધારે ચૂંટાય છે.

દરેક રાજ્યમાંથી રાજ્યસભાનાં કેટલા સભ્યો ચૂંટાય છે તે મુખ્યત્વે રાજ્યની વસ્તી પર આધારિત છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે જ્યા રાજ્યસભાની કુલ 31 બેઠકો છે, આ કારણે અહી રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા સૌથી વધુ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, મણિપુર, ગોવા, નાગાલેન્ડ, મિઝોરમ, સિક્કિમ ત્રિપુરા જેવા રાજ્યોમાં રાજ્યસભાની એક જ બેઠક છે. તો રાજ્યસભાની કેટલી બેઠકો રાજ્યમાં હશે તે સંપૂર્ણ રીતે અહીંની વસ્તી પર આધારિત છે. રાજ્યસભાનાં સભ્યોની સંખ્યા રાજ્યોની વસ્તીનાં આધારે નક્કી કરવામાં આવી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ન્યૂનતમ મતો જરૂરી છે. આ મતોની ગણતરી વિધાનસભાની બેઠકોની સંખ્યા પર આધારિત છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનાં કુલ 403 સભ્યો છે. રાજ્યોમાં મત નિર્ધારણ વિધાનસભાની કુલ બેઠકોનાં સરવાળામાં એક ઉમેરીને તેના વિધાનસભાની કુલ બેઠકોનાં સરવાળાથી વિભાજીત કરવામાં આવે છે અને તેમા ફરી એકને ઉમેરવામાં આવે છે.

અહી સમજો

સમજો કે યુપીની 10 બેઠકોની ચૂંટણી થાય તો પછી તેમાં 1 ઉમેર્યા પછી 11 કુલ વિધાનસભા બેઠકો એટલે કે 403 થી વિભાજીત કરવામાં આવે છે, જેનું પરિણામ 36.66 આવ્યું છે. આ સંખ્યા ફરી 1 સંખ્યા ઉમેરવામાં આવશે, જે પછી આ સંખ્યા 37.66 થઇ જશે, તેથી રાજ્યસભાનાં ઉમેદવારોની પસંદગી માટે 37 ધારાસભ્યોનાં મતની જરૂર રહેશે. વળી, ધારાસભ્ય તેમની પ્રથમ પ્રાધાન્યતા શું છે તે વિશેની માહિતી પણ આપે છે, આવા કિસ્સામાં જો ઉમેદવારને પ્રથમ પ્રાધાન્યતા મત મળે, તો તે વિજયી જાહેર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.