Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડ મોત, કુલ દર્દીઓની આંક પહોંચ્યો…

કોરોનાવાયરસનો દેશમાં કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 445 લોકોની મોત થઇ છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,25,282 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 13,699 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,821 નવા કેસ નોંધાયા છે અને […]

India
29ca2c42a044710493a2e4d1c8230c95 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડ મોત, કુલ દર્દીઓની આંક પહોંચ્યો...
29ca2c42a044710493a2e4d1c8230c95 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડ મોત, કુલ દર્દીઓની આંક પહોંચ્યો...

કોરોનાવાયરસનો દેશમાં કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 445 લોકોની મોત થઇ છે. સોમવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,25,282 થઈ ગઈ છે અને જ્યારે આ વાયરસનાં કારણે અત્યાર સુધીમાં 13,699 લોકોનાં મોત નીપજ્યાં છે.

વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,821 નવા કેસ નોંધાયા છે અને 445 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મોતની આ સૌથી મોટી સંખ્યા છે. જો કે રાહતની વાત એ છે કે 2,37,196 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. જ્યારે રિકવરી દર 55.77 ટકા પર પહોંચી ગયો છે.

કોરોના સંકટ વચ્ચે, કોવિડ-19 ટેસ્ટિંગ ઝડપી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. 21 જૂન સુધીમાં, દેશમાં કોરોનાનાં 69,50,493 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં એટલે કે 21 જૂને, 1,43,267 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 10.34 ટકા પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.