Not Set/ ચીન સાથે વિવાદ મામલે માયાવતિએ સરકાર અને વિપક્ષને આપી સલાહ

ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ચીની સેના સાથેની અથડામણમાં સૈનિકોનાં મોતને કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. આવા સમયે, એકતા અને પરિપક્વતા દર્શાવતા સરકાર અને વિપક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ. માયાવતીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- તાજેતરમાં, 15 જૂને, લદાખમાં ચીની સેના સાથેની અથડામણમાં કર્નલ સહિત 20 સૈનિકોનાં મોતથી […]

India
fa696d0d68158ae907630f637e44a4af ચીન સાથે વિવાદ મામલે માયાવતિએ સરકાર અને વિપક્ષને આપી સલાહ
fa696d0d68158ae907630f637e44a4af ચીન સાથે વિવાદ મામલે માયાવતિએ સરકાર અને વિપક્ષને આપી સલાહ

ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, ચીની સેના સાથેની અથડામણમાં સૈનિકોનાં મોતને કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. આવા સમયે, એકતા અને પરિપક્વતા દર્શાવતા સરકાર અને વિપક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ.

માયાવતીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે- તાજેતરમાં, 15 જૂને, લદાખમાં ચીની સેના સાથેની અથડામણમાં કર્નલ સહિત 20 સૈનિકોનાં મોતથી સમગ્ર દેશ ખૂબ જ દુઃખી, બેચેન અને ગુસ્સે છે. આ માટે, સરકાર અને વિપક્ષ બંનેએ સંપૂર્ણ પરિપક્વતા અને એકતા સાથે કામ કરવું પડશે, જે દેશ અને વિશ્વ જોઇ શકે અને અસરકારક સાબિત થઈ શકે. તેમણે આગળ કહ્યું, ‘આટલા મુશ્કેલ અને પડકારજનક સમયમાં ભારત સરકારની આગળની કાર્યવાહી અંગે લોકો અને નિષ્ણાંતોનો અભિપ્રાય અલગ હોઈ શકે, પરંતુ મૂળભૂત રીતે રાષ્ટ્રિય હિત અને સરહદની સુરક્ષા માટે તેને સરકાર પર છોડી દેવાનું વધુ સારું છે. કોઈ પણ સંજોગોમાં, જે દરેક સરકારની જવાબદારી પણ છે.”

આપને જણાવી દઇએ કે, ચાઇનાનાં તંબુ હટાવવાનો ઇનકાર કર્યા પછી, 15 જૂને ભારત અને ચીનનાં સૈનિકો સામ-સામે આવ્યા હતા. દેશોનાં સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું. જેમાં 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. સૈન્યનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર 45 ચીની સૈનિકોનાં મોત અથવા ઘાયલ થયાનાં સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.