Not Set/ દેવપોઢી અગિયારસના દિવસે ફરી રથયાત્રા કાઢવી જોઈએ : પ્રવિણ તોગડિયા

ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ બુધવારે પત્રકારો સમક્ષ રથ મંદિરની બહાર નિકળી ન શકવા મામલે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલિપદાસજીનું કેટલાક યુવાનોએ પણ સમર્થન કર્યું હતું અને સરકાર નિશાન સાધ્યું હતું. તો ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ […]

Ahmedabad Gujarat
c6457863bb119052ff30de8c3723b46c દેવપોઢી અગિયારસના દિવસે ફરી રથયાત્રા કાઢવી જોઈએ : પ્રવિણ તોગડિયા
c6457863bb119052ff30de8c3723b46c દેવપોઢી અગિયારસના દિવસે ફરી રથયાત્રા કાઢવી જોઈએ : પ્રવિણ તોગડિયા

ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ બુધવારે પત્રકારો સમક્ષ રથ મંદિરની બહાર નિકળી ન શકવા મામલે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલિપદાસજીનું કેટલાક યુવાનોએ પણ સમર્થન કર્યું હતું અને સરકાર નિશાન સાધ્યું હતું.

તો ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે પ્રયાસો કર્યા પરંતુ મંજૂરી ના મળી. આ અંગે હવે AHPના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેથી હવે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઇ વધુ વિવાદ વકર્યો છે તોગડિયાએ કહ્યું કે, અગિયારસના દિવસે ફરી રથયાત્રા નિકળે.

મંદિરના મહંત પોતાના માથા પર ભગવાનને લઈ નીકળે. રથયાત્રાના માર્ગ પર વાહન 20-30 કીમીની ઝડપે નિકળે. ભગવાનને બહાર નિકળવા પર પ્રતિબંધ ન હોઈ શકે. પ્રતિબંધ રથયાત્રા પર છે ભગવાનના બહાર નિકળવા પર નહીં. ટ્રસ્ટીઓ ગૌચર કૌભાંડથી ડરતા હોય તો રાજીનામુ આપે. કાલે મંદિરમાં જતા ભક્તોને પણ રોકવામાં આવ્યા. ગુજરાત સરકાર પહેલેથી જ કોર્ટમાં કેમ ન ગઈ ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews