Not Set/ ચીન સાથે સંઘર્ષ – લદ્દાખમાં ડોકલામ કરતા પણ લાંબી ચાલશે અથડામણ, LACની પરિસ્થિતિ યથાવત્

લદાખમાં ભારત અને ચીન બંને દેશો વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. બંને દેશો સૈન્યની પીછેહઠ કરવા સંમત થયા હોવા છતાં, ઉકેલ દેખાઈ રહો નથી. સૈન્યના સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું કે, એલએસી પર સ્થિતિ જેશે થે જેવી જ છે. ચીનથી પીછેહઠ કરવાની પ્રક્રિયાની રાહ જોવાઇ રહી છે. ગાલવાન ખીણમાં લોહિયાળ ઝઘડા પછી, 22 જૂને એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 6 જૂને થયેલા […]

Uncategorized
5b0c1d2513cb817d8b89bb42a005ff50 1 ચીન સાથે સંઘર્ષ - લદ્દાખમાં ડોકલામ કરતા પણ લાંબી ચાલશે અથડામણ, LACની પરિસ્થિતિ યથાવત્

લદાખમાં ભારત અને ચીન બંને દેશો વચ્ચે તણાવ વધવાની સંભાવના છે. બંને દેશો સૈન્યની પીછેહઠ કરવા સંમત થયા હોવા છતાં, ઉકેલ દેખાઈ રહો નથી. સૈન્યના સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું કે, એલએસી પર સ્થિતિ જેશે થે જેવી જ છે. ચીનથી પીછેહઠ કરવાની પ્રક્રિયાની રાહ જોવાઇ રહી છે.

ગાલવાન ખીણમાં લોહિયાળ ઝઘડા પછી, 22 જૂને એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 6 જૂને થયેલા કરાર મુજબ બંને સૈન્ય પીછેહઠ કરશે. બાદમાં નીચલા સ્તરે મળેલી બેઠકોમાં, તેનાં મિકેનિઝમનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ ચીન દ્વારા શરૂ કરવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર એલએસી પરની પણ પરિસ્થિતિ 22 જૂન પહેલા જેવી જ આજે પણ જોવામાં આવી રહી છે.

બંને બાજુ સૈન્યનો ખડકલો થઇ રહ્યો છે. ચીને પોતાની સેના વધારી હતી, તે જ પ્રમાણમાં ભારતે પણ પોતાની સેના વધારી દીધી છે. તેવી જ રીતે, બંને બાજુ વાયુ સેના પણ ઉચ્ચ ચેતવણી પર છે. ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે, તેણે ચીની સૈન્યની એકત્રીકરણના જવાબમાં તેની તૈયારીઓ કરી લીધી છે.

લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા બંને પક્ષોએ તેમના સૈન્યની સંખ્યા ધીરે ધીરે ઘટાડવી પડશે. આ પછી, નવી કાયમી અથવા અસ્થાયી બંધારણો બનાવવામાં આવ્યા છે,  તેને ખાલી કરવા પડશે. આ પ્રક્રિયામાં ઘણા અઠવાડિયા ક્ મહિનાઓનો સમય લાગી શકે છે.

તે સ્પષ્ટ છે કે આ મુકાબલો ડોકલામ કરતા પણ લાંબા સમય સુધી લંબાઈ શકે છે કે જ્યાં 72 દિવસ પછી ચીની સેના પાછી ખેંચાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એલએસી પરની પ્રગતિ ફક્ત એટલી જ છે કે 22 જૂન પછી બંને પક્ષ તરફથી ટક્કર વધારવા માટે કોઈ નવી પ્રવૃત્તિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews