Not Set/ ગોવામાં શરૂ થયુ કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, સતત વધી રહ્યા છે કેસ

દેશભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. કોરોના અંગે ગોવાનાં સીએમ પ્રમોદ સાવંતે કહ્યું છે કે, ‘રાજ્યમાં કોરોનાનો કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ છે. રાજ્યનાં જુદા જુદા ભાગોમાંથી કોરોના વાયરસનાં નવા કેસો ઝડપથી બહાર આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અહી એક જ દિવસમાં 44 કેસ નોંધાયા છે. આ પછી ગોવામાં દર્દીઓની સંખ્યા 1,039 પર […]

India
07944505c0db93b280e3ac304cb583c7 1 ગોવામાં શરૂ થયુ કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન, સતત વધી રહ્યા છે કેસ

દેશભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. કોરોના અંગે ગોવાનાં સીએમ પ્રમોદ સાવંતે કહ્યું છે કે, ‘રાજ્યમાં કોરોનાનો કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શરૂઆત થઈ છે. રાજ્યનાં જુદા જુદા ભાગોમાંથી કોરોના વાયરસનાં નવા કેસો ઝડપથી બહાર આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, અહી એક જ દિવસમાં 44 કેસ નોંધાયા છે. આ પછી ગોવામાં દર્દીઓની સંખ્યા 1,039 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં 667 સક્રિય કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે, અમે સ્વીકારીએ છીએ કે રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે. પરંતુ સંક્રમણનાં કેટલાક સામાન્ય સ્રોત જાણીતા છે. ભૂતકાળમાં રાજ્ય સરકારે કડક માનક સંચાલન પ્રક્રિયા શરૂ કરી હતી. જે અંતર્ગત રાજ્યમાં પ્રવેશતા લોકોને તેમના કોરોનાની ચકાસણી કરાવવાની હતી અથવા 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું હતું. વાસ્કોમાં મેંગ્લોર હિલ અને સત્તારી તાલુકામાં મોર્લેમ વિલેજ કન્ટેન્ટમેન્ટ ઝોન છે જ્યારે રાજ્યનાં અન્ય ઘણા વિસ્તારો નાના-કન્ટેન્ટમેન્ટ ઝોન છે.

ગોવામાં 1,039 કોરોના સંક્રમણનાં કેસ સામે આવ્યા છે. જ્યારે ત્યાં 44 નવા કેસ છે અને 2 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. 370 લોકો ઠીક થઇને ડિસ્ચાર્જ થયા છે, 667 એ સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 60,305 લોકોની કોરોના તપાસ કરવામાં આવી છે. Covid19india.org અનુસાર, હવે દેશમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 5 લાખને વટાવી ગઈ છે. જ્યારે દેશમાં આજે સૌથી વધુ કોરોનાથી પિડાતુ રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યા 5,024 નવા કોરોના કેસોની પુષ્ટિ થઈ છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં 3,460 નવા કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.